તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:ખેડા તાલુકાના વાસણા ટોલનાકા પાસે જુગારધામ પર દરોડો, ચાર જુગારી 45 હજારના મુદામાલ સાથે ઝડપાયા

નડિયાદ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખુલ્લા ખેતરમાં રમી રહ્યા હતા જુગાર

ખેડા તાલુકાના વાસણા ટોલનાકા પાસે પત્તા પાનાનો જુગાર ધામ પર પોલીસે દરોડો પાડી ચાર જુગારીઓને રૂપિયા 45100 ના મુદ્દામાલ સાથે પકડી પાડી કાર્યવાહી હાથ ધરી છે.

આ બનાવ અંગે મળતી માહિતી મુજબ ખેડા એલસીબી પોલીસે બાતમીના આધારે ખેડા તાલુકાના વાસણા ટોલ પાસે ખુલ્લા ખેતરમાં જુગાર રમતો હોય પોલીસે પંચો સાથે રાખી દરોડો પાડતાં જુગારીઓમાં નાસભાગ મચી ગઇ હતી. જોકે ચીમનઉર્ફે દિપો મંગળભાઈ પરમાર, દિલીપભાઇ ખુમાનસિંહ ચાવડા, ઘનશ્યામભાઈ કનુભાઈ તળપદા અને મફત ચુનારા પોલીસના હાથે પકડાઈ ગયા છે. તેમની પાસેથી રૂપિયા 21200 રોકડ તથા મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 45 હજાર 100નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...