તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડાયવર્ઝન:ડાકોર - કપડવંજ રોડનો વાહન વ્‍યવહાર મરામતના કારણે બંધ કરાયો, આ માર્ગે જતા વાહનો માટે ડાયવર્ઝન અપાયું

નડિયાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડાકોર ગામના જંકશન ઉપર ફલાય ઓવર બ્રીજની કામગીરી શરૂ કરાઈ

નડિયાદ-ડાકોર-પાલી તથા ડાકોર-કપડવંજ રોડ ઉપર ડાકોર ગામના જંકશન ઉપર ફલાય ઓવર બ્રીજની કામગીરી શરૂ કરાઈ છે. જેથી આ રસ્‍તા ઉપર લોકોની અવર જવર રહેતી હોવાથી આ રોડ ઉપર બંને તરફ વાહનોની અવર જવર ચાલુ રહે તો મોટી જાનહાનિ અને ટ્રાફિક જામ થવાના પ્રશ્ર્નો ઉપસ્‍થિત થવાની શકયતા રહેલી છે.

જે કારણોસર વાહન વ્‍યવહારનું ટ્રાફીક નિયમન જળવાઇ રહે, જાન-હાનીના બનાવો બને નહી તે માટે ફલાય ઓવર બ્રીજનું બાંધકામ પૂર્ણ થાય ત્યાં સુધી આ રસ્તા ઉપર વાહન વ્યવહાર બંધ કરવા અધિક જિલ્‍લા મેજીસ્ટ્રેટે હુકમ કર્યો છે. 24 જુનથી 22 ઓગસ્ટ સુધી ડાકોર-કપડવંજ રોડનો રસ્‍તો વાહન વ્‍યવહાર માટે બંધ કરાયો છે.

આ સાથે તેના વૈકલ્‍પિ રૂટની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. જે મુજબ મોડાસા-કપડવંજથી ઉમરેઠ-નડિયાદ-આણંદ-વડોદરા તરફ (મોટા તથા નાના વાહનો માટે) આવવા જવા માટે કપડવંજ-લાડવેલ-મહુધા ટી પોઇન્‍ટ-અલીણા-પણસોરા થઇ ઉમરેઠ-નડિયાદ-આણંદ-વડોદરા તરફ આવન-જાવન કરી શકાશે. તેમજ કપડવંજ-લાડવેલ-સીતાપુર ચોકડી-અલીણા-પણસોરા થઇ ઉમરેઠ-નડિયાદ-આણંદ-વડોદરા તરફ આવન જાવન કરી શકાશે.

મોડાસા-કપડવંજથી સેવાલીયા-ગોધરા તરફ (મોટા તથા નાનાં વાહનો માટે) આવવા તથા જવા માટે કપડવંજ-લાડવેલ-બાલાસીનોર (અમદવાદ ઇન્‍દોર હાઇવે) સેવાલીયા-ગોધરા તરફ આવન-જાવન કરી શકાશે. કપડવંજ-લાડવેલ-ચંદાસર-ઠાસરા-સેવાલીયા-ગોધરા તરફ (ફકત નાનાં વાહનો માટે) આવન -જાવન કરી શકાશે તેવું સુચારૂ આયોજન કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...