તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાવમાં વધારો:અફઘાનિસ્તાનમાં સર્જાયેલી સ્થિતિથી ડ્રાયફ્રુટની આવક ઘટતાં ભાવમાં વધારો

નડિયાદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અંજીર, આલુ, એલચી, ખસખસ, અને બદામના ભાવમાં 100 થી 300 રૂપિયાનો વધારો નોંધાયો

અફઘાનિસ્તાનમાં જે સ્થિતિ સર્જાઈ છે, તેના કારણે ભારત સાથેનો વેપાર બંધ થઈ ગયો છે. જેના કારણે ત્યાંથી આવતા ડ્રાય ફુટની આવક બંધ થતા ભાવમાં વધારો જોવા મળ્યો છે. ખાસ કરીને અંજીર, આલુ અને એલચાના ભાવ વધી જતા ગૃહિણી ખરીદી કરતા પહેલા વિચારી રહી છે. અફઘાનિસ્તાનથી આવતા અંજીરના ભાવ ગૌરો સમયે 400 થી 500 રૂ. પ્રતિ કિલો હતો. જે આજે રૂ.250 થી 300ના વધારા સાથે રૂ.750 થી 900 રૂ. થઈ ગયો છે. એજ રીતે આલુનો ભાવ રૂ.300 થી 350 હતો જેમાં 60 થી 70 રૂપિયાના વધારા સાથે રૂ. 360 થી 400 રૂપિયા થઈ ગયો છે. ત્યારબાદ બદામ રૂ 800 થી 1200, ખસખસ રૂ.1800 લેખે વેચાણ કરવામાં આવે છે.

જ્યારે એલચા (તેજાના)ના ભાવમાં રૂ.550 થી 650 હતો જેમાં રૂ.100ના વધારા સાથે 650થી 750 થઈ ગયો છે. આમ અફઘાનિસ્તાનમાં સર્જાયેલી પરિસ્થિતિ વચ્ચે ભારતમાં આયાત થતી ચીજવસ્તુના ભાવમાં વધારો નોંધાયો છે. વધુમાં વેપારીઓએ મુલાકાતમાં જણાવેલ કે હાલમાં અફઘાનિસ્તાનમાંથી માલ આવતો નથી. તેમજ તહેવારનો માસ હોવાથી ડ્રાયફ્રુટની માંગ વધુ છે. જેથી ભાવ ઉંચકાયા છે. વેપારીઓ દ્વારા દિવાળી સુધી નવી ખરીદી નહીં કરવાનો નિર્ણય લીધો છે. હાલમાં ભાવ વધુ હોવાથી ગ્રાહકો પણ જરૂરીયાત પૂરતું ડ્રાયફ્રુટ ખરીદતા હોય છે.

ગૌરીવ્રતના સમયે અંજીર ના વેચાયા, હવે ભાવ વધારાને કારણે નફો
ગૌરીવ્રતના સમયે અંજીરના વેચાણમાં ઉછાળો આવતો હોય છે. જેના કારણે વેપારીઓએ કન્ટેનર મંગાવ્યા હતા. પરંતુ આ વર્ષે ગૌરૌની ઘરાકી જોઈએ તેવી ખુલી ન હતી. જેના કારણે તે સમયનો વધેલો અંજીરનો માલ હવે વેપારીઓ ઊંચા ભાવે બજારમાં વેચી રહ્યા હોવાનું સ્થાનિક વેપારીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...