કામગીરી:રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશનની સમીક્ષા હાથ ધરાઇ

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડિરેક્ટરે મહિલાઓ દ્વારા કરાતી ચીજવસ્તુઓની માહિતી મેળવી

રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત મેનેજીંગ ડિરેક્ટર ગુજરાત લાઈવલીહુડ પેટ્રોલીયમ કંપનીના અધ્યક્ષ સ્થાને નડિયાદ ખાતે ખેડા તથા આણંદ જિલ્લાની નેશનલ રૂરલ લાઈવલીહુડ મિશન (NRLM) ના તમામ ઘટક ની સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં 5 લાખથી વધુ વાર્ષિક ટર્નઓવર કરતા સ્વસહાય જૂથોની મહિલાઓ પણ ઉપસ્થિત રહેલ.

સદર બેઠકમાં NRLM ના તમામ ઘટકનું આગામી વર્ષ 2022-23 નું વિગતવાર કરેલ આયોજન મુજબ કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. મેનેજીંગ ડિરેકટરએ સ્વ સહાય જૂથની મહિલાઓ સાથે તેઓ દ્વારા કરાતી પ્રવૃત્તિ અને ઉત્પાદિત ચીજ વસ્તુ વિશે માહિતી મેળવી હતી.

તેમજ સ્વ સહાય જૂથો દ્વારા ઉત્પાદિત ચીજ વસ્તુઓના વેચાણ માટે માર્કેટિંગ કરવા વિવિધ પ્લેટફોર્મ અંગે પણ માર્ગદર્શન આપવામાં આવેલ હતું. મેનેજિંગ ડિરેક્ટર દ્વારા રૂડસેટ ના એક્ટીવીટી રીપોર્ટ 2021-22 નું વિમોચન કરવામાં આવ્યું.

અન્ય સમાચારો પણ છે...