તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હત્યા:ખેડાના ઉમિયાપુરા પાસેની કેનાલમાં તણાઈ આવેલ મહિલાના મૃતદેહના કેસમાં ગળુ દબાવીને હત્યા થઇ હોવાનું બહાર આવ્યું

નડિયાદ19 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ગળુ દબાવી હત્યા કરી હોવાનું બહાર આવ્યું
 • ખેડા ટાઉન પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ આરંભી

ખેડા નજીકની ખારીકટ કેનાલમાંથી એક દિવસ અગાઉ તણાઈ આવેલ અજાણી મહિલાના મૃતદેહના પ્રકરણમાં હત્યાનો ગુનો નોંધાયો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ગળુ દબાવી હત્યા કરી હોવાનું બહાર આવતા પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

બે દિવસ આગાઉ કેનાલમાંથી મળ્યો હતો મહિલાનો મૃતદેહ
ખેડાના ઉમિયાપુરા બસ સ્ટેન્ડ પાસે ગંગાકુઈ નજીકની ખારીકટ કેનાલના પાણીમાં બે દિવસ આગાઉ એક અજાણી મહિલાનો મૃતદેહ તણાઈ આવ્યો હતો. આસપાસના લોકોએ આ અંગે ખેડા શહેર પોલીસને જાણ કરતાં પોલીસનો કાફલો સ્થળ ઉપર આવી પહોંચ્યો હતો. સ્થાનિક તરવૈયાઓની મદદ મેળવી આ તણાઈ આવેલ મહિલાના મૃતદેહને કેનાલના પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. જેમાં મહિલાનું ગળુ દબાવીને હત્યા કરાઇ હોવાનું સામે આવ્યું છે.

પોસ્ટમોર્ટમ રિપોર્યમાં હત્યા થયાનો ખુલાસો થયો
બે દિવસ આગાઉ ખારીકટ કેનાલમાંથી મળી આવેલ આ મહિલાની ઉમર આશરે 35થી 40 વર્ષની છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો. જેમાં આ મહિલાને કપાળના ભાગે ઈજા થઈ હોવાનું અને ગળુ દબાવી હત્યા કરી હોવાનો રિપોર્ટ તબીબી ટીમે આપતાં પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આ બાદ પોલીસે હત્યાનો ગુનો નોંધી આ દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો