તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હુમલો:કઠલાલના અનારામાં અગાઉના ઝઘડાની અદાવત રાખી એક મહિલાએ અન્ય વિધવા મહિલા પર ચપ્પા વડે હુમલો કરતાં ચકચાર મચી

નડિયાદ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઘવાયેલી વિધવા મહિલાએ કઠલાલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી
  • કઠલાલ પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી

ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાના અનારા ગામે અગાઉના ઝઘડાની અદાવત રાખી એક મહિલાએ અન્ય એક વિધવા મહિલા પર ચપ્પા વડે હુમલો કર્યો છે. ઘવાયેલી મહિલાએ આ અંગે કઠલાલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

કઠલાલ તાલુકાના અનારા તાબેના ઢાંકણીયા વિસ્તારમાં રહેતા કેશી બારૈયા પર ગામની અન્ય એક મહિલાએ હુમલો કર્યો છે. કેશીના પતિ કોહ્યાનું 18 વર્ષ પહેલાં અવસાન થયુ હતુ. ગતરોજ કેશી પોતાની દેરાણી અને ભત્રીજા વહુ સાથે ગામમાં નીકળેલા લગ્નના વરઘોડામાં ગયા હતા. ગામની ભાગોળે ગામમાં રહેતા હંસા પરમારે કેશીને અટકાવ્યા હતા. અને જણાવ્યું કે તમે કેમ ગામમાં મારી વાત કરો છો. તેમ કહી અગાઉના ઝઘડાની રીસ રાખી કેશી સાથે ઝઘડો કર્યો હતો. આ ઝઘડામાં ઉશ્કેરાયેલા હંસાએ પોતાની પાસે રહેલ ચપ્પા વડે કેશી પર હુમલો કર્યો હતો. ચપ્પાની ધાર કેશીને ગળાના નીચે તરફ વાગી જતાં તેઓ ઘવાયા હતા. આ અંગે કેશીએ કઠલાલ પોલીસ મથકે ઉપરોક્ત હુમલો કરનાર હંસા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

    વધુ વાંચો