તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આવેદન:નડિયાદ પશ્ચિમ વિસ્તારમાં બગીચાનો વિકાસ કરવા રહીશોની તંત્રને રજુઆત

નડિયાદ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
નડિયાદ પશ્ચિમ વિસ્તારમાં આવેલ બગીચાનું  2006માં લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જે બાદ તેની માવજત નહી થતા તે ખરાબ સ્થિતિમાં છે. બગીચાનું રીનોવેસન કરવા સ્થાનિકો દ્વારા માંગ ઉઠવા પામી છે. - Divya Bhaskar
નડિયાદ પશ્ચિમ વિસ્તારમાં આવેલ બગીચાનું 2006માં લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જે બાદ તેની માવજત નહી થતા તે ખરાબ સ્થિતિમાં છે. બગીચાનું રીનોવેસન કરવા સ્થાનિકો દ્વારા માંગ ઉઠવા પામી છે.
  • 2006માં લોકાર્પણ કરવામાં આવ્યું હતું : જાળવણીના અભાવે વેરાન બન્યો

નડિયાદ નગરમાં તંત્ર દ્વારા બાગ બગીચાઓના વિકાસની સિઝન ચાલી રહી છે. ઠેર ઠેર નગર પાલિકા દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે નવા બગીચા બની રહ્યા છે. તેમજ જુના બગીચા રીનોવેટ થઇ રહ્યા છે. ત્યારે વધુ એક બગીચાનો વિકાસ કરવા માટે વોર્ડ નં.10 ના સ્થાનીકો દ્વારા રજુઆત કરવામાં આવી છે.

શહેરના પશ્ચિમ પોલીસ સ્ટેશન સામે વોર્ડ નં.10 નો બગીચો આવેલ છે. આ બગીચાના વિકાસ માટે નગર પાલિકા દ્વારા વર્ષો અગાઉ પ્રયાસો કર્યા હતા. ત્યાર બાદ જાળવણીના અભાવે બગીચો વેરાન બની ગયો છે. જ્યા નાના ભુલકાઓ ને રમવા માટે સગવડ થવી જોઇએ તેના બદલે વાહન પાર્કિંગ માં જગ્યા વપરાઇ રહી છે. જેથી અન્ય બગીચાની સાથે સાથે વોર્ડ નં.10 ના એકમાત્ર બગીચાનું પણ રિનોવેશન કરવામાં આવે તેવી માંગ સ્થાનિક કલ્પેશભાઇ મિસ્ત્રી તેમજ આગેવાનો દ્વારા કરવામાં આવી હતી. નગર પાલિકા ચીફ ઓફિસર દ્વારા ઘટતું કરવા માંગ ઉચ્ચારી છે.

અન્ય સમાચારો પણ છે...