તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:પાંચ હાટડીમાં પાણી ગંદુ આવતા સ્થાનિક મહિલાઓની રજૂઆત

નડિયાદ24 દિવસ પહેલા
  • કૉપી લિંક

નડિયાદના વોર્ડ નં. 6ના પાંચ હાટડી વિસ્તારની મહિલાઓ આજે એકઠી થઈ પાલિકા સંકુલમાં ધસી આવી હતી. 20 જેટલી મહિલાઓએ પહેલા સેનેટરી વિભાગમાં ગંદકી અને સફાઈ બાબતે રજૂઆત કરી હતી. તેમજ પોતાના વિસ્તારમાં યોગ્ય રીતે સફાઈ ન થતી હોવાનું જણાવી નિયમિત સફાઈની માગ કરી હતી. તેમજ ગંદકીના કારણે બિમારીઓ ફેલાતી હોવાનું જણાવ્યુ હતુ. જ્યાં હાજર અધિકારી દ્વારા તેમના વિસ્તારમાં તાત્કાલિક અસરથી સફાઈ કરવા માટે એસ.આઈ.ને આદેશ કરાયા હતા.

ઉપરાંત તેમના વિસ્તારમાં નિયમિત સફાઈ કરવા સૂચન કર્યુ હતુ. ત્યારબાદ મહિલાઓ ગંદુ પાણી આવતુ હોવાની રજૂઆત કરવા સબંધિત વિભાગમાં પહોંચી હતી. જ્યાં તેમણે બિમારીઓના સમયે પોતાની સોસાયટીઓ અને વિસ્તારમાં ગંદુ પાણી આવતુ હોવાની રજૂઆત કરી હતી. મહિલાઓએ આક્ષેપ કર્યો હતો કે, હાલ બિમારીઓની સિઝન ચાલી રહી છે. પાણીજન્ય રોગચાળો ફાટી નીકળવાની દહેશત છે. તેવામાં તેમના વિસ્તારમાં ગંદુ પાણી આવતા સ્થાનિકોના જીવ સામે જોખમ તોળાતુ હોવાનું જણાવ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...