તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિરાકરણની માંગ:નડિયાદમાં કોંગ્રેસ દ્વારા ચીફ ઓફિસરને રજૂઆત

નડિયાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લાઈટો અને કચરાના નિરાકરણની માંગ

નડિયાદ કોંગ્રેસ પ્રમુખ દ્વારા રીંગ રોડ પર આવેલી લાઈટો અને કચરાના નિકાલ બાબતે ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરાઈ છે. શહેરની સમસ્યાઓ બાબતે ધ્યાન દોરી તાત્કાલિક તેના નિરાકરણ માટે માગ કરાઈ છે.પશ્ચિમ વિસ્તારમાં આવેલા રીંગ રોડ પર રાત્રે લાઈટો ચાલતી ન હોવાથી ફરીયાદો શહેર પ્રમુખ હાર્દિક ભટ્ટને મળી હતી.

તેમજ પશ્ચિમના ઝલક નહેરથી પીજ રોડવાળી નહેર સુધી રસ્તા પર ઘણા સમયથી સફાઈ ન થતા મોટા પ્રમાણમાં કચરો જોવા મળી રહ્યો છે. પીજ રોડથી રીંગ રોડ તરફ બાજુમાં નાનુ તળાવ પણ આવેલુ છે. તેમાં પણ કચરો છે. જેથી લાઈટો અને કચરાની સમસ્યા સંદર્ભે શહેર પ્રમુખ દ્વારા ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરી તાત્કાલિક તેના નિરાકરણ માટે માગ કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...