ઓમિક્રોનના આટાપાટા:નડિયાદની મહિલાને રજા આપ્યા બાદ રિપોર્ટ પોઝિટિવ આવ્યો, સારવાર માટે ખસેડી

નડિયાદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

નડિયાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં રહેતી 34 વર્ષીય મહિલાનો ઓમિક્રોન રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. થોડા દિવસ અગાઉ મહિલા અને તેના પુત્રને અમદાવાદની હોસ્પિટલમાં કોરોના રિપોર્ટ કરવામાં આવ્યો હતો. જે પોઝિટિવ આવતા બંનેને હોસ્પિટલાઇઝ કર્યા હતા.

નડિયાદના પશ્ચિમ વિસ્તારમાં શારદા મંદિર સ્કૂલ પાસે 34 વર્ષીય મહિલા ગત તા.8 ડિસેમ્બરના રોજ મુંબઇ ફરવા ગયા હતા. બે દિવસ બાદ ઘરે પરત ફરતા તેમના પુત્રને શરદી ઉધરસ થઈ હતી, જેથી નડિયાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવી હતી, પરંતુ સારૂ નહી થતા તા.22 ડિસેમ્બરના રોજ તેને અમદાવાદ એસ.વી.પી હોસ્પિટલ લઈ જવાયો હતો. જ્યાં માતા-પુત્રનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. બંનેના રિપોર્ટ પોઝિટિવ આવતા ઓમિક્રોન ટેસ્ટ માટે ડબલ્યુ.એ.એસ સેમ્પલ ગાંધીનગર મોકલવામાં આવ્યા હતા. પરંતુ તા.2 જાન્યુઆરી સુધી તેનો રિપોર્ટ આવ્યો ન હતો.

બીજી તરફ માતા પુત્રના કોરોના આર.ટી.પી.સી.આર નેગેટીવ આવતા બંનેને ડિસ્ચાર્જ અપાતા તેઓ નડિયાદ આવી ગયા હતા. પરંતુ બીજા જ દિવસે એટલે કે તા.3 જાન્યુઆરીના રોજ મહિલાનો ઓમિક્રોન રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓને પરત નડિયાદ સિવિલ હોસ્પિટલમાં એડમિટ કરી દેવાયા છે. જિલ્લા આરોગ્ય વિભાગ પાસેથી મળતી વિગતો મુજબ હાલ તેઓને કોઈ બાહ્ય લક્ષણો નથી.

અન્ય સમાચારો પણ છે...