કામગીરી:નડિયાદના ખેતા બાગનું પુનઃ રીનોવેશન, 5 વર્ષ અગાઉ જ બાગના બ્યુટિફિકેશન પાછળ જંગી ખર્ચ પણ જાળવણીના અભાવે પૈસા પાણીમાં

નડિયાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નડિયાદના ખેતા બાગ હવે રૂપિયા 7 લાખના ખર્ચે સમગ્ર ગાર્ડનમાં રીનોવેશન ની કામગીરી હાથ ધરાશે. - Divya Bhaskar
નડિયાદના ખેતા બાગ હવે રૂપિયા 7 લાખના ખર્ચે સમગ્ર ગાર્ડનમાં રીનોવેશન ની કામગીરી હાથ ધરાશે.

નડિયાદ શહેરમાં બાગ બગીચાના રિનોવેસન પાછળ થતી કામગીરી નો ખર્ચ જાળવણીના અભાવે માથે પડી રહ્યો છે. 5 વર્ષ અગાઉ ખેતા તળાવના બ્યુટીફીકેશન સાથે ખેતા બાગનું પણ રીનોવેશન કરવામાં આવ્યું હતું. તા.7 મે 2016 ના રોજ બગીચો તૈયાર થઇ જતાં તેને જનતા માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. પરંતુ જાળવણીના અભાવે બાગ વિરાન બની જતા હવે ફરી રૂ.07 લાખના ખર્ચે બગીચાના રીનોવેશન કામગીરી શરૂ કરાઈ છે.

બગીચામાં મુકવામાં આવેલા એક પણ સાધનો હાલ ઉપયોગમાં લઈ શકાય તેવી સ્થિતિમાં નથી. બાળકો માટેના મનોરંજનના સાધનો તુટી ગયા છે, તેમજ રાત્રીના સમયે લાઈટો ની પણ વ્યવસ્થા ન હોવાથી શહેરીજનો ત્યાં જવાનું ટાળે છે. એકવાર રૂપિયાનું આંધણ થઇ ગયા બાદ જાણે કે પાલિકા પ્રતિનિધિ ઓને કઈ પડી જ ન હોય તેમ બગીચાની જાળવણી નહીં થતા તેની લોક ઉપયોગીતા ઘટી છે.

7 લાખના ખર્ચે બાળકો માટે મનોરંજનના સાધનોની સાથે વોક-વૅ પણ બનાવાશે
બગીચાની સ્થિતિ ખરાબ થઇ ગઇ હતી. જેથી રૂ.07 લાખના ખર્ચે રીનોવેશનની કામગીરી શરુ કરવામાં આવી છે. બાળકો માટેના મનોરંજનના સાધનો ખરાબ થઈ ગયા છે. જેને રીપેર કરવા ઉપરાંત વોકવે પણ નવો બનાવાઈ રહ્યો છે. રંજનબેન વાઘેલા, પ્રમુખ

અન્ય સમાચારો પણ છે...