નડિયાદની એન.ડી.દેસાઈ હોસ્પિટલના તબીબોને સ્તન કેન્સરની 3 કિલો વજન અને એક ફૂટ લાંબી ગાંઠનું ઓપરેશન કરવામાં સફળતા મળી છે. 65 વર્ષીય વૃધ્ધા જ્યારે હોસ્પિટલમાં સારવાર માટે આવ્યા ત્યારે તેઓ ગાઠના વજનને કારણે ચાલી પણ શકતા ન હતા. ચાલવાનો પ્રયાસ કરે તો વૃધ્ધા પડી જતા હતા, તેવી સ્થિતિમાં સમગ્ર લોકડાઉન વૃધ્ધા ઘરમાં જ બેસી રહ્યા હતા.
આખરે એન.ડી.દેસાઈ હોસ્પિટલ માં સારવાર માટે આવતા ડોક્ટરની ટીમે સમગ્ર કેસ સંભાળ્યો હતો. મેડિકલ ટ્રીટમેન્ટ દરમિયાન વૃધ્ધાને સંકાસ્પદ કેન્સરની ગાંઠ હોવાનું જાણવા મળતા ગાંઠ કાઢી નાખવાનું નક્કી કરાયું હતુ. જે બાદ ચાર ડોક્ટરની ટીમ દ્વારા સતત 7 કલાક સુધી ઓપરેશન કરી 65 વર્ષીય વૃધ્ધા ના બ્રેસ્ટ માંથી આ ગાંઠ દુર કરવામાં આવી છે.
સમગ્ર સારવારમાં ડો.પુકૂર ઠેકડી, ડો.હર્ષ પટેલ, ડો.વિશાલ શાહ, ડો.શિરીષ નિનામા ની ટીમ જોડાઈ હતી. મહત્વની વાત છેકે એન.ડી.દેસાઈ હોસ્પિટલમાં તમામ પ્રકારની સારવાર મફતમાં થઈ રહી છે, જે ગરીબ અને મધ્યમ વર્ગીય માટે આશીર્વાદ સ્વરૂપ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.