દ્રિતા:ચરોતરમાં વરસાદ ખેચાતાં નર્મદાનું પાણી કેનાલોમાં છોડાયુ, ફોર્સ ન રહેતાં અનેક વિસ્તારો ન પહોંચ્યું

નડિયાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાણીની ડીમાન્ડ વધુ પણ નવા નીરની આવક ન હોવાથી તંત્ર અને સરકાર દ્રિતામાં
  • ઠાસરાના રસુલપુર, માતર વગેરે છેવાડા વિસ્તારોની કેનાલો હજુ પણ કોરી ધાકડ

સમગ્ર રાજ્યમાં વરસાદની મોટી બ્રેકે ચિંતા વધારી દીધી છે. આવી સ્થિતિ વચ્ચે ચરોતરમાં ફક્ત 15 દિવસ માટે છોડવામાં આવેલા પાણી હજુ પણ કેટલાક વિસ્તારોની કેનાલોમાં પહોંચી શક્યુ નથી. તેથી ખેડૂતો પાણી મેળવવા વલખાં મારી રહ્યા છે. પાણી છોડાયાની મુદતના 5 દિવસ વીતી ચૂક્યા છે અને હવે 10 દિવસ બાકી રહ્યા છે તો આવનાર દિવસોમાં જો વરસાદ નહી પડે તો ઘણી ગંભીર સ્થિતિનો સામનો કરવા ચરોતર વાસીઓએ તૈયારી રાખવી પડશે.

વરસાદ નહી પડતાં જળાશયોમાં પાણીની આવક નહી ને જાવક વધી છે. તો બીજી બાજુ ચરોતરના ખેડૂતો માટે ડાંગરની રોપણી કરી શકે તેથી થોડા દિવસ અગાઉ નર્મદા અને કડાણામાંથી પાણી આપવાનું નક્કી કરાયું હતું. કડાણામાંથી 3 હજાર ક્યુસેક પાણી અને નર્મદામાંથી 3500 ક્યુસેક મળી કુલ 6 હજાર 500 ક્યુસેક પાણી ચરોતરની કેનાલોમાં 15 દિવસ માટે આપવામાં આવ્યું છે.

સિંચાઈ માટે પાણી તો આપવામાં આવ્યું પરંતુ જોઈએ તેવો પ્રવાહ ન હોવાથી આ પાણી જિલ્લાના છેવાડા વિસ્તારોની કેનાલોમાં હજુ પહોંચી શક્યું નથી. જેથી છેવાડા વિસ્તારોના ખેડૂતોને પાણી માટે વલખાં મારવા પડી રહ્યા છે. 15 દિવસ માટે આપવામાં આવેલ પાણીની સમય મર્યાદામાં 5 દિવસ પણ વીતી ચૂક્યા છે.

ઠાસરાના રસુલપુર સહિત આસપાસના વિસ્તારો તેમજ માતર તાલુકાના પુનાજ, પુજેરા, સેખપુરા, ખરાટી, બરોડા, નાધાનપુરા, પાલ્લા સહિતના ગામોના ખેડૂતોનો સિંચાઈ માટે પાણી નહી મળતાં રોષ વ્યક્ત કર્યો છે. જ્યારે ખેડૂતોને પોતાની પાકની ચિંતા છે અને સરકાર અને તંત્રને વરસાદ નહી પડે તો સમગ્ર રાજ્યમાં દુષ્કાળની પરિસ્થિતિ સામે લડવા પાણી બચાવી રહી છે. પાણીની ડીમાન્ડ વધુ પણ જળાશયોમાં નવા નીરની આવક ન હોવાથી સરકાર પણ ચિંતીત બની છે. આમ આવી પરિસ્થિતિ વચ્ચે સરકાર દ્રિતામાં મૂકાઈ ગઈ હોવાનું સ્પષ્ટ પણે જોઈ શકાય છે.

આજના દિવસની વણાકબોરી વિયર બંધ અને કડાણા ડેમની સપાટી જોઈએ તો વણાકબોરી વિયર બંધ 218 ફુટની સપાટી પર છે. જ્યારે કડાણા ડેમની સપાટી 390. 11 પર છે. કડાણા ડેમમાં કુલ 42.80% જેટલું પાણી સંગ્રહીત છે. ગત વર્ષની સરખામણીએ આ ડેમમાં જોઈએ તો 382. 03 ની સપાટીએ લેવલ હતું.

અન્ય સમાચારો પણ છે...