અરજી નામંજૂર:રામપુરામાં પરિણીતા પર ત્રાસ ગુજારનારની જામીન અરજી ફગાવી

નડિયાદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પરિણીતા પર ત્રાસ ગુજારી, તેના પતિને મારી નાંખવાની ધમકી

નડિયાદના અરેરા ગામમાં પરીણિતાનો એકલતાનો લાભ ઉઠાવી 32 વર્ષીય પરિણીત યુવકે શારીરિક અત્યાચાર ગુજાર્યો હતો. જે મામલે નડિયાદ ગ્રામ્ય પોલીસમાં ફરિયાદ પણ નોંધાઈ હતી. જે બાદ આ આરોપીએ જામીન પર છુટવા માટે નડિયાદ કોર્ટમાં જામીન અરજી મુકી હતી.પરંતુ ગુનાની ગંભીરાતાને ધ્યાને લઈને નડિયાદ કોર્ટે આરોપીની જામીન અરજી ફગાવી દીધી છે.

નડિયાદના અરેરા ગામે આવેલા રામપુરા સીમમાં રહેતા કનુભાઈ અભેસિંહ ચૌહાણ નામના 32 વર્ષીય યુવકે ગત 27 ઓગસ્ટના રોજ તેના વિસ્તારમાં રહેતી એક 19 વર્ષીય પરિણીતાની એકલતાનો લાભ ઉઠાવી મકાનમાં ખેંચી જઈ પગ બાંધી દીધા હતા અને તેની પર શારીરિક અત્યાચાર ગુજાર્યો હતો. એટલું જ નહીં, કોઈને કહીશ તો તને અને તારા પતિને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે 31 ઓક્ટો.ના નડિયાદ રૂરલ પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી. ત્યારબાદ પોલીસે આરોપીની અટક કરી જેલ ભેગો કર્યો હતો.

હવે આ આરોપીએ જામીન પર છૂટવા માટે નડિયાદ કોર્ટમાં જામીન અરજી મુકી હતી. જેની સુનાવણી અધિક સેશન્સ કોર્ટમાં ચાલી જતા ન્યાયધીશ એસ.ડી.સુથારે સરકારી વકીલ ઉમેશ ઢગટની દલીલો માન્ય રાખી કનુભાઈની જામીન અરજી નામંજૂર કરી છે.

અન્ય સમાચારો પણ છે...