રજીસ્ટ્રેશન:ટેકાના ભાવે વેચાણમાં 109 હેક્ટરના ખેડૂતોનું રજીસ્ટ્રેશન

નડિયાદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખેડા જિલ્લામાં મગફ‌ળીના 8 હજાર હેક્ટર વાવેતર, ઓછા રજીસ્ટ્રેશન પાછળ VCEની હડતાલ પણ જવાબદાર

ખેડા જિલ્લામાં વાવેતરની સામે વેચાણ ખૂબ ઓછુ થઈ રહ્યુ હોવાનું અત્યાર સુધીના આંકડા પરથી જણાઈ રહ્યુ છે. 1 ઑક્ટોબરથી રાજ્ય સરકારે ટેકાના ભાવે મગફ‌ળી, ડાંગર, બાજરી અને મકાઈ સહિતના પાકોની ટેકાના ભાવે ખરીદી કરવાની જાહેરાત કરી છે. જો કે, આ અંગે પૂરતી જાગૃતતા અને અન્ય મુશ્કેલીઓના કારણે હજુ જિલ્લામાં ખૂબ ઓછા ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યુ હોવાનું નોંધાયુ છે.

પ્રાપ્ત વિગતો મુજબ ટેકાના ભાવે ખરીદીની જાહેરાત કર્યા બાદ તેના રજીસ્ટ્રેશની કામગીરી છેલ્લા સપ્તાહથી શરૂ થઈ ગઈ છે. જો કે, 7 દિવસ દરમિયાન ખેડા જિલ્લામાં ગણતરીના જ ખેડૂતોએ ટેકાના ભાવે વેચાણ માટે રજીસ્ટ્રેશન કરાવ્યુ છે. તેમાં વાવેતરની સાપેક્ષે હજુ સુધી 5 ટકા પણ રજીસ્ટ્રેશન થયુ નથી. અત્યાર સુધી મગફળી, ડાંગર અને બાજરીના કુલ મળી 637 ખેડૂતોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યુ છે.

જિલ્લામાં 8 હજાર હેક્ટરથી વધુ જમીનમાં મગફળીનું વાવેતર થયુ છે. તેની સામે 109 હેક્ટર જમીનની જ ખેતીની ઉપજ ટેકાના ભાવે વેચાણ માટે નોંધાઈ છે. જ્યારે ડાંગરના 1.09 લાખ હેક્ટર વાવેતર સામે માત્ર 1423 હેક્ટર જમીનની ઉપજ વેચાણ માટે રજીસ્ટ્રર થઈ છે. બાજરીના 7 હજાર હેક્ટર વાવેતર સામે માત્ર 29 હેક્ટરનું વાવેતર વેચાણ માટે આવ્યુ છે. આમ, વાવેતરની સામે ટેકાના ભાવે વેચાણ માટેના રજીસ્ટ્રેશન ખૂબ જ ઓછા થયા છે.

વી.સી.ઈ.ની ગેરહાજરીથી મુશ્કેલી પડી રહી છે
સરકારે મગફળીનો ટેકાનો ભાવ 1110 પ્રતિ મણ ભાવ નક્કી કર્યો છે. ડીઝલ, દવા, ખાતર બધુ મોંધુ છે. એટલે 2000 રૂપિયા પ્રતિ મણ ભાવ હોય તો જ પોસાય. વળી, ગ્રામ પંચાયતના વી. સી. ઈ. હડતાલ ઉપર છે. જેના કારણે નકલો સમયસર મળી શકતી નથી. > રમેશભાઈ પટેલ, ખેડૂત, કપડવંજ

તાલુકાવાર ટેકાના ભાવે વેચાણ માટે નોંધાયેલા ખેડૂતો
​​​​​​​​​​​​​​

તાલુકોમગફળીડાંગરબાજરી
નડિયાદ2135
વસો0534
મહુધા160
મહેમદાવાદ3343
કપડવંજ56130
તાલુકોમગફળીડાંગરબાજર
કઠલાલ010
ખેડા03153
માતર04513
ઠાસરા0151
ગળતેશ્વર040

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...