ડાકોર સ્થાનિક પોલીસે બાતમી આધારે ડુંગરી વિસ્તારમાં આવેલ સ્મશાન પાસેની ખુલ્લી જગ્યામાં ચાલતા જૂગારનાઅડ્ડા ઉપર દરોડો પાડયો હતો. આ બનાવમાં ચાર વ્યક્તિઓને હજારો રૂપિયાના મૂદ્દામાલ સાથે ઝડપી પાડયા છે. ડાકોર સ્થાનિક પોલીસની ટીમ પેટ્રોલિંગમાં નિકળી તે સમયે બાતમી મળી હતી કે તાલુકાના વણોતી ડુંગરીના મૂવાડા વિસ્તારમાં આવેલ સ્મશાન પાસેની ખુલ્લી જગ્યામાં કેટલાક વ્યક્તિઓ અંગત ફાયદા માટે હારજીતનો જૂગાર રમી રહ્યા છે.
જે અન્વયે પોલીસ ટીમે બાતમી આધારિત સ્થળે રેડ કરી હતી. જેમાં જીતેશભાઇ શંકરભાઇ ગોહીલ, જગદીશભાઇ નટવરસિંહ ચૌહાણ, હેમેન્દ્રભાઇ ઉમેદભાઇ સોલંકી અને નરવતભાઇ પૂનમભાઇ ચૌહાણને ઝડપી પાડયા હતા. ઉપરોક્ત ચારેય વ્યક્તિઓની અંગઝડતી કરતા રોકડ રૂ 5, 840 અને દાવ ઉપરથી રૂ 1, 210 એમ મળી કુલ રૂ 7, 050 નો મૂદ્દામાલ જપ્ત કર્યો હતો. આ બનાવ અંગે ડાકોર પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.