કોરોના કહેર:રેકોર્ડ બ્રેકઃ ખેડામાં 20 પોઝિટીવ, 2 ના મોત નડિયાદમાં દર 4 કલાકે 1 પોઝિટીવ

નડિયાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • અનલોક- 2 : નડિયાદમાં સંક્રમણની સ્થિતિ ગંભીર 1 દિવસમાં જ 7 અને 4 દિવસમાં જ 26
  • કઠલાલ, કપડવંજ, મહુધા, મહેમદાવાદ, ખેડા પણ ઝપટમાં ખેડા જિલ્લામાં પોઝિટીવ કેસનો આંક 225 અને મૃત્યુ આંક 13 પર પહોંચ્યો

ખેડા જિલ્લામાં શનિવારે કોરોના વિસ્ફોટ થયો હોય તેમ એક સાથે 20 રેકોર્ડ બ્રેક પોઝિટીવ કેસ નોંધાયા છે. આ ઉપરાંત બે દર્દીઓના સારવાર દરમિયાન મોત પણ નીપજ્યા છે. નડિયાદ શહેરમાં કોરોના પોઝિટીવના વધુ 7 કેસ નોંધાયા છે. શહેરમાં 4 જ દિવસમાં કોરોનાના 26 કેસ મળ્યા છે. એટલે કે નડિયાદમાં દર 4 કલાકે એક પોઝિટીવ કેસ નોંધાઇ રહ્યો છે.  જિલ્લામાં કોરોના પોઝીટીવનો કુલ આંક 225 પર અને મૃતાંક 13 પર પહોંચ્યો છે. 

નડિયાદમાં રહેતા મોહનસીંગ દરબાર (રહે.સંતરામ નગર), મદનલાલભાઇ સોની (રહે.વિહાર સોસાયટી), હેમલતાબેન પટેલ (રહે.નાગરવાડ), સુધીરભાઇ દરજી (રહે.ટીંબા ફળિયું), સતિષભાઇ પટેલ (રહે.નારાયણ પાર્ક, પીજ રોડ), પ્રમોદભાઇ કાછિયાપટેલ (રહે.મંગલપાર્ક) તથા ચાંદનીબેન ધોળકીયા (રહે.પેટલાદ રોડ, કૃષ્ણાનંદ સોસાયટી) નો કોરોનાનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. શહેરમાં સંક્રમણની સ્થિતી ગંભીર બનતી જઇ રહી છે. શહેર ઉપરાંત નડિયાદ તાલુકાના કણજરી અને અલીન્દ્રામાં પણ કોરોનાના પોઝિટીવ દર્દી મળી આવતાં તેમને સારવાર અર્થે ખસેડાયા છે. તંત્ર દ્વારા આ તમામ વિસ્તારમાં સંક્રમણ ન  ફેલાય તે માટે પગલાં ભરવાનું શરૂ કર્યું છે.

કપડવંજમાં કોરોના સંક્રમણ  એકજ દિવસમાં 6 પોઝિટીવ
ખેડા જિ. યુવા ભાજપ પ્રમુખ પણ કોરોનાની ઝપટમાં

ખેડા જિલ્લાના કપડવંજમાં શનિવારે કોરોનાના એક સાથે 6 પોઝિટીવ કેસ મળ્યા છે.   જેમાં નગરના કાછિયાવાડ વિસ્તારમાં એક સાથે ત્રણ કેસ મળી આવતાં આરોગ્યની ટીમ દ્વારા સર્વેની કામગીરી કરી  છે. નગરના કાછિયાવાડમાં રહેતા ઘનશ્યામભાઈ પટેલ (ઉ.વ.47), નિમિષાબેન પટેલ(ઉ.વ.40), વૈભવ પટેલ (ઉ.વ.28), મહમદઅલી ચોક વિસ્તારમાં રહેતા  મોહસીન મન્સુરી (ઉ.વ.31), નીલકંઠ નગરમાં રહેતા ધવલ પટેલ (ઉ.વ.33), ગોરવાડ વિસ્તારમાં રહેતા અબ્દુલકાદર અબ્દુલમજીદ શેખ (ઉ.વ.65) ના કેસ પોઝિટીવ આવ્યા બાદ તમામને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. કપડવંજ પંથકમાં છેલ્લા 14 દિવસમાં કુલ 24 કોરોના પોઝિટિવ કેસો નોંધાયા છે.

નડિયાદનાં વેપારીઓ સવારે 8.00થી 4.00 જ દુકાનો ખોલશે
નડિયાદ : નડિયાદ શહેરમાં કોરોના સંક્રમણની ગંભીરતાને જોતાં નડિયાદ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા બધાજ બજારો અને વ્યવસાયનો સમય સવારે 8 થી સાંજે 4 વાગ્યા સુધીનો કરવાનો નિર્ણય લેવાયો છે. 6 જુલાઇ સોમવારથી નિયમાનુસાર 8 થી 4 વાગ્યા સુધી જ બજારો ખુલ્લા રહેશે. ઉલ્લેખનિય છે કે, નડિયાદ શહેર અને ખેડા જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી કોરોનાના વધતા જતા આક્રમણના પગલે વેપારી એસો. દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો છે. જોકે લોકોએ પણ સાથ આપી સજાગ રહેવાની જરૂર છે. 

જિલ્લામાં  પણ કોરોના પોઝિટીવ નોંધાયેલા  દર્દી 

  • થર્મલ : અલ્પેશ તુલસીભાઇ પટેલ (ઉ.વ.48)
  • મહુધા : સમીર મહંમદખાન પઠાણ (ઉ.વ.33) 
  • મહેમદાવાદ : શબાનાબાનુ મલેક (ઉ.વ.35), ચિત્રકુટ સોસા.ધર્મેશશ પ્રજાપતિ (ઉ.વ.35)
  • ખેડા : મુરાદ્દીન જમાલભાઇ વ્હોરા (ઉ.વ.65), વણકરવાસ : શાંતાબેન મકવાણા ઉ.વ.60)
  • કઠલાલ : પરવીન આસિફ વ્હોરા (ઉ.વ.38) 
અન્ય સમાચારો પણ છે...