તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:ખેડા જિલ્લામાં મે મહિનામાં પ્રથમ દિવસે રેકોર્ડ બ્રેક199 કેસ, જુલાઈમાં 5 દિવસમાં એક પણ નહીં

નડિયાદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • મે માસમાં 1 કલાકમાં 7 કેસ નોંધાતા, જૂનમાં 1 કલાકમાં 2 કેસ અને હવે જૂલાઈમાં સરેરાશ 60 કલાકે 1 કેસ નોંધાય છે

ખેડા જિલ્લામાં કોરોનાને સંદર્ભે હવે ખાસ્સી રાહત થઈ છે. કોરોના કેસોના ગ્રાફની વાત કરીએ તો, મે માસમાં પ્રથમ દસ દિવસ દરમિયાન દર કલાકે 7 જેટલા કેસ નોંધાતા હતા. જ્યારે જૂનમાં દર કલાકે 2 જેટલા દર્દી નોંધાતા હતા અને હવે જુલાઈ માસમાં 60 કલાકે એટલે અઢી દિવસે માત્ર 1 કોરોના પોઝીટીવ દર્દી નોંધાય છે. દેશભરમાં જ્યાં કોરોનાની બીજીલહેરે અજગરી ભરડો લીધી હતો, ત્યાં ખેડા જિલ્લામાં પણ કોરોનાએ એક પછી એક રેકોર્ડ તોડ્યા હતા. બીજીલહેર એટલી હદે વધી હતી કે, મે માસમાં તો દર કલાકે 7 દર્દી નોંધાતા હતા. મે માસમાં માત્ર પ્રથમ દસ દિવસમાં 1720 લોકો કોરોનાગ્રસ્ત થયા હતા.

તેમાંય મે માસના પ્રથમ દિવસે રેકોર્ડ 199 સૌથી વધુ કેસ નોંધાયા હતા, મે માસમાં કોરોનાનો ગ્રાફ સતત વધતો ગયો હતો અને જિલ્લાની તમામ સરકારી અને ખાનગી હોસ્પિટલો ફૂલ થઈ ગઈ હતી. પરીણામે ગામડે-ગામડે આઈસોલેશન વોર્ડ ઉભુ કરવાની નોબત આ‌વી હતી. ત્યારબાદ જૂન માસમાં કોરોનાનો ગ્રાફ નીચે ઉતર્યો હતો અને પ્રથમ દસ દિવસના કોરોનાના કેસ 171 જેટલા નોંધાયા હતા.

એટલે દર દોઢેક કલાકે 2 કેસ નોંધાતા હતા. હવે જુલાઈ માસના પ્રથમ 10 દિવસની વાત કરીએ તો, કોરોના તેના અંત તરફ આગળ વધી રહેલો દેખાઈ રહ્યો છે. કારણ કે, 10 દિવસમાં માત્ર 4 કેસ નોંધાયા છે. એટલે અઢી દિવસે એક દર્દી નોંધાઈ રહ્યુ છે. ત્યારે કોરોનામાં તબક્કાવાર ઘટાડો થતા હવે જિલ્લા પ્રશાસને રાહતના શ્વાસ અનુભવ્યા છે.

જૂન મહિનામાં રસીકરણ પણ વધારે થયુ
મે, જૂન અને જુલાઈના પ્રથમ દસ દિવસની સરખામણીમાં જૂન માસમાં જ સૌથી વધુ રસીકરણ થયુ છે. મે માસમાં 42,615ને રસી અપાઈ હતી, જ્યારે જૂનમાં 68,160ને અને જુલાઈમાં 42,458નું રસીકરણ કરાયુ છે. ત્યારે જૂન માસમાં રસીકરણની ઝુંબેશને વધુ વેગવંતી બનાવ્યા બાદ જ જુલાઈ માસમાં કોરોનાની પકડ નબળી પડી હોવાનું પણ નોંધાયુ છે.

જૂન માસમાં સૌથી વધુ ટેસ્ટીંગ કરાયુ
મે, જૂન અને જુલાઈ માસના પ્રથમ દસ દિવસની સરખામણીમાં જૂન માસમાં સૌથી વધુ કોરોના ટેસ્ટીંગ કરાયુ છે. મે માસમાં 7993નું કોરોના પરીક્ષણ કરાયુ હતુ. જ્યારે જૂનમાં 10510નું અને મે માસમાં 7956 લોકોના કોરોના ટેસ્ટ કરાયા છે. મે માસમાં 21 ટકા, જૂનમાં 1.62 ટકા અને જુલાઈમાં 0.050 ટકા સેમ્પલોના પરીક્ષણ પોઝીટીવ આવ્યા છે.

3951 પોઝીટીવ દર્દી સામે 4998ને રજા અપાઈ
મે, જૂન અને જુલાઈ એમ ત્રણ મહિનાના 71દિવસમાં કુલ 3951 કોરોના પોઝીટીવ દર્દી નોંધાયા છે. જેમાં મે માસમાં 3700 કેસ, જૂનમાં 283 અને જુલાઈમાં અત્યાર સુધી 4 પોઝીટીવ કેસ નોંધાયા છે. જ્યારે મે, જૂન અને જુલાઈમાં 4998 જેટલા દર્દીઓને રજા અપાઈ છે.

અન્ય સમાચારો પણ છે...