તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લોકડાઉનથી કંટાળ્યા:રવિવારી બજાર, સંતરામ રોડ પર લારી-પાથરણા વાળા આવી ગયા, લોકડાઉન છતાં આવુ જ કરશો તો, કેવી રીતે કોરોના અટકશે?

નડિયાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખેડામાં કોરોનાના કેસ 7821ને પાર કરી ગયા

કોરોનાની ચેન તોડવા માટે સરકાર દ્વારા 36 શહેરોમાં મીની લોકડાઉન આપેલ છે. જે મુજબ આગામી તા.12 સુધી જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ સિવાય તમામ વ્યવસાય બંધ રાખવાના છે. પરંતુ નડિયાદ શહેરના રવી-વારી બજાર અને સંતરામ રોડ પર જોવા મળેલા દ્રસ્યો ક્યા કને ક્યાંક વેપારીઓની ધીરજ ખુટીપડી હોય તે દિશામાં ઇશારો કરી રહ્યા છે.

શહેરના વૈશાલી ગરનાળા બહાર ભરાતી રવિવારી બજાર ઘણા રવિવાર બાદ આજે ફરીથી ચાલુ જોવા મળી. જુની અને સેકન્ડ હેન્ડ ચીજ વસ્તુઓનો વેપાર કરતા વેપારીઓ, આજે મોટી સંખ્યામાં રસ્તાની બાજુમાં તેમની હાટડીઓ ખોલી બેસી ગયા હતા. સંતરામ રોડ પર ઘણા દિવસોથી ગાયબ થઇ ગયેલી કપડા, ચપ્પલ, રમકડાની લારીઓ પણ આજે ફરીથી આવી ગઇ હતી.

આમાંથી કોઇ લારી કે પાથરણાં વાળા જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ વેચતા નથી. પરંતુ ક્યા કને ક્યાંક ગરીબ અને મધ્યમ વર્ગીય આ લોકોની ધીરજ હવે ખુટી પડી હોય તેમ લાગી રહ્યું છે. આખરે ઘર ચલાવવા વ્યવસાય કરવો પણ જરૂરી છે, કદાચ એટલે જ દંડનીય કાર્યવાહી ની જાણ હોવા છતાં આ લોકો વ્યવસાય શરૂ કરવા મજબુર બન્યા હોઇ સકે છે.

અન્ય સમાચારો પણ છે...