તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Nadiad
  • Rathyatra Will Be Held In Dakor With SOP Of Corona Under Tight Police Security, Shreeji Will Leave For Nagarcharya But No Entry For Devotees

તૈયારીઓ પૂર્ણ:ડાકોરમાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ કોરોનાની એસઓપી સાથે રથયાત્રા યોજાશે, શ્રીજી નગરચર્યા માટે નીકળશે પણ ભક્તોને નો એન્ટ્રી

નડિયાદ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
ડાકોરમાં રથયાત્રાના રૂટ પર પોલીસે ફ્લેગમાર્ચ કર્યું - Divya Bhaskar
ડાકોરમાં રથયાત્રાના રૂટ પર પોલીસે ફ્લેગમાર્ચ કર્યું
  • રથયાત્રામાં જોડાનાર સેવકોએ સરકારની ગાઇડલાઇનનું પાલન ફરજિયાત કરવું પડશે
  • પર્વના 24 કલાક પહેલા પોલીસ રૂટ પર ફ્લેગમાર્ચ કરી
  • મંદિર પ્રશાસન દ્વારા રથની ચકાસણી કરવામાં આવી

ખેડા જિલ્લાના યાત્રાધામ ડાકોરમાં સોમવારે 249મી રથયાત્રા નીકળનાર છે. ત્યારે પોલીસ દ્વારા સધન બંદોબસ્ત ફાળવી દેવામાં આવ્યો છે. આ સાથે મંદિર પ્રશાસન દ્વારા પણ રથયાત્રાને લઈને તૈયારીઓ આટોપી લેવાઈ છે. હવે જ્યારે ભગવાન સોમવારે રથમાં બેસી નગરચર્યા કરશે ત્યારે કેવુ વાતાવરણ રહેશે તે જોવું રહ્યું.

દર વર્ષે અષાઢી બીજના આગળના દિવસે ડાકોરમાંથી શ્રીજીની રથયાત્રા નીકળે છે. લાખો ભાવિકો આ દિવસે ઉમટે છે અને 'જય રણછોડ માખણ ચોર' નાદ સાથે મંદિર પરિસર સહિત સમગ્ર ડાકોર ગૂંજી ઉઠે છે. છેલ્લા 2 વર્ષથી કોરોનાના કારણે આ તહેવાર પર ગ્રહણ લાગ્યું છે. પરંતુ ચાલુ વર્ષે સ્થિતિ સામાન્ય બનતાં આવતીકાલે સરકારની એસઓપી સાથે આ રથયાત્રાનો તહેવાર ઉજવવા જઈ રહ્યો છે. મંદિર પ્રશાસન દ્વારા પણ પર્વને અનુલક્ષીને તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે.

ડાકોરના ઈતિહાસમાં પહેલી વાર ભક્તો વિના રથયાત્રા નગરચર્યા માટે નીકળનાર છે. વિવિધ ભજન મંડળીઓ અખાડા સહિતના મોટા કાર્યક્રમો રદ કરાયા છે. સવારે 8:30ની આસપાસ નીકળનાર આ રથયાત્રા નક્કી કરેલ રૂટ પર ફરશે તેવું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે નક્કી કરેલા રૂટ પર કર્ફ્યૂ રહેશે અને રૂટ પરની તમામ દુકાનો બંધ રહેશે. નગરજનો ઘરની પ્રીમાઈસીસમાંથી જ રથયાત્રાના દર્શન કરી શકશે.

આ રથયાત્રાના સમયમાં ફેરફાર કરાયો છે. ગઈકાલે મળેલી બેઠકમાં સવારે 8:30થી બપોરના 2 વાગ્યા સુધી રથયાત્રાનો સમય રાખવામાં આવ્યો હતો. પરંતુ અમુક નબળા પાસા સામે આવતા ફરી મિટિંગ કરીને સમય બદલવામાં આવ્યો છે. નવા સમય પ્રમાણે સવારે 8:30ની આસપાસ મંદિરથી રથયાત્રા નીકળશે અને 11:30 સુધી સુધી સમગ્ર રૂટ પતાવીને ડાકોર મંદિરમાં રથયાત્રા પરત ફરશે. જે ચાર જગ્યા પર ઠાકોરજીને બિરાજમાન કરાવવાના હતા તે પણ રદ કરાયા છે.

મંદિર પટાંગણમાં રથનું રીહસર્લ કરાયું, પોલીસે રથયાત્રા રૂટ પર ફ્લેગમાર્ચ કરી
પર્વના આગળના દિવસે શનિવારના રોજ રણછોડજી મંદિર બંધ થયા પછી રથોનુ સેવકો તેમજ કર્મચારીઓ દ્વારા રિહર્સલ કરવામાં આવ્યું છે. જેમા ચાંદીના રથ તેમજ પિત્તળના રથને નિજ મંદિરમાં પ્રદક્ષિણા કરાવવામાં આવી હતી. દર સાલ રથયાત્રા માટે આગલા દિવસે આ રથોની આમ ચકાસણી કરવામાં આવતી હોય છે. કારણ કે આ રથ વર્ષમાં એકજ વખત ઉપયોગમાં લેવાતાં હોય છે. આમ મંદિર તરફથી તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ત્યારે સમગ્ર ડાકોરમાં પોલિસ સ્ટેન્ડ ટુ ગોઠવી દેવાઈ છે. પોલીસે શનિવારે રથયાત્રાના દરેક રૂટ પર ફ્લેગ માર્ચ કર્યું હતું.

ખેડા જિલ્લા પોલીસે રથયાત્રામાં પોલીસ બંદોબસ્ત ફાળવ્યો
ડાકોરમાં યોજાનાર આ રથયાત્રામાં ખેડા જિલ્લા પોલીસે આ માટેનો બંદોબસ્ત ફાળવી દીધો છે. જેમાં 1 ડીવાયએસપી, 1 પીઆઇ, 5 પીએસઆઇ તેમજ 200 જેટલા પોલીસ જવાનો ખડે પગે રહેશે અને આ રથયાત્રા દરમિયાન ક્યાં પણ છમકલું કે ખાસ કરીને કોવિડના નિયમનું ઉલ્લંઘન નથી થતું તેના પર બાજ નજર રાખવામાં આવશે. અને આમ કરતાં કોઈ વ્યક્તિ જણાશે તો તેના વિરુદ્ધ કાર્યવાહી પણ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...