મરીડા સ્થિત મેલડી માતા મંદિરના ઉપાસક રાજરાજેશ્વરી રાજભા માડીનું આજે વહેલી સવારે અવસાન થતા ધર્મપ્રિય જનતામાં દુ:ખની લાગણી પ્રસરી ગઈ છે. માતાજીના ઉપાસર સાથે સાથે સ્થાનિક વિસ્તારમાં દુ:ખીયાના બેલી અને અનેક સંસ્થાઓને છુટા હાથે મદદ કરનારા રાજભા માડી એ આજે સવારે મતાજીના ચરણોમાં પોતાનો દેહ ત્યાગ કર્યો હતો.
હંમેશા સ્વચ્છતાના આગ્રહી અને સ્વચ્છતાનો સંદેશ આપનાર મેડલી માતાજીના ઉપાસક રાજભાએ વર્ષ 2003માં મરીડા ગામે મેલડી માતાજીના મંદિરનું ખાતમુહૂર્ત કર્યું હતુ. જે બાદ 2005માં માતાની મૂર્તિ પ્રતિષ્ઠા કરી હતી. રાજ રાજેશ્વરી મેલડી માતાના ઉપાસક રાજભા માડીએ આજે માતાજીના ચરણોમાં દેહ ત્યાગ કર્યો છે. ત્યારે તેમના ભક્તોએ મોટી સંખ્યામાં હાજર રહી શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
આ પ્રસંગે મહેમદાવાદના ધારાસભ્ય અર્જુનસિહ ચૌહાણ, નડિયાદ તાલુકા પંચાયત પ્રમુખ સંજય મહિડા, કોંગ્રેસ લિગલ સેલના ચેરમેન દિેનેશચંદ્ર રાઠોડ, સહિત મોટી સંખ્યામાં ભક્તોએ તેમની અંતિમવિધીમાં ઉમટી પડ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.