કાર્યક્રમ:રાજસ્થાનના આરોગ્ય મંત્રીનો આશાવાદ 2022 ગુજરાતમાં કોંગ્રેસ સરકાર બનાવશે

નડિયાદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આગામી ચૂંટણી કોંગ્રેસ મોંઘવારીના મુદ્દે લડશેઃ જનજાગરણ અભિયાન કાર્યક્રમ યોજાયો

નડિયાદ ખાતે આજે કોંગ્રેસ દ્વારા જન જાગરણ અભિયાનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ સાથે પ્રદેશ પ્રભારી અને રાજસ્થાન સરકારના આરોગ્ય મંત્રી રઘુ શર્મા હાજર રહ્યા હતા. આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખતા સભ્ય નોંધણી ઝુંબેશ વેગવંતી બનાવવા આહવાન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાને આવેલા રાજસ્થાનના આરોગ્ય મંત્રીએ મોંઘવારીના મુદ્દે કેન્દ્ર અને રાજ્યની સરકારને આડેહાથ લીધી હતી.

2014માં જ્યારે નવી કેન્દ્ર સરકાર બની ત્યારથી આજ દિન સુધીમાં થયેલ ભાવ વધારા મામલે તેઓએ રોષ વ્યક્ત કર્યો હતો, અને આવનાર ઇલેક્શનમાં કોંગ્રેસ આ મુદ્દાને ઉઠાવશે તેમ કહ્યું હતું. શહેરના ઇપ્કોવાલા હોલ ખાતે યોજાયેલ જન જાગરણ અભિયાનમાં પ્રદેશ પ્રમુખ ચાવડા, વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી સહિતના દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પમ મોંઘવારી અને મંદીના મુદ્દાને ઉઠાવ્યો હતો. તેઓએ મોંઘવારી, ભ્રષ્ટાચાર, શિક્ષણ, રોજગારી, કાયદો અને વ્યવસ્થા બાબતે પ્રશ્નો ઉઠાવતા જણાવ્યું હતું કે સમાજના તમામ વર્ગના લોકોમાં આજે રોષ છે.

જેના કારણે કોંગ્રેસે જન જાગરણ અભિયાન નો પ્રારંભ કર્યો છે. ગુજરાતના તમામ જિલ્લામાં આ અભિયાન અંતર્ગત કોંગ્રેસ પ્રજા સુધી પહોંચશે અને 2022માં કોંગ્રેસ પ્રજાલક્ષી સરકાર બનાવવા પ્રયાસ કરી રહી છે તેમ તેઓએ જણાવ્યું હતું. કાર્યક્રમમાં ખેડા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેશ ઝાલા, મહિલા પ્રમુખ સુધાબેન ઝાલા, ધારાસભ્ય કાંતિ પરમાર, કાળુસિંહ ડાભી, ઈન્દ્રજીત પરમાર, શહેર પ્રમુખ હાર્દિક ભટ્ટ, લીગલ સેલ ચેરમેન દિનેશ રાઠોડ, મહામંત્રી સુભાષ આચાર્ય, કાઉન્સિલર ગોકુલ શાહ, પૂર્વ ધારાસભ્ય ગૌતમ ચૌહાણ, સહિત મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...