તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેવડી ઋતુ:ખેડા જિલ્લામાં શ્રાવણનો સરવરીયો વરસાદ અને આકરો તાપ બંને એક સાથે

નડિયાદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં લાંબા સમય બાદ ફરી વરસાદ
  • બેવડી ઋતુના કારણે મચ્છર જન્ય રોગચાળો વકરશે તેવી દહેશત

ખેડા જિલ્લામાં લાંબા સમય બાદ મેઘરાજાની ફરી એન્ટ્રી થઈ છે. આ વચ્ચે આજે ગુરૂવારે ઝરમર વરસાદ અને બીજી ક્ષણે આકરો તાપ પડી રહ્યો છે. ત્યારે બેવડી ઋતુના કારણે સમગ્ર જિલ્લામાં રોગચાળો વકરશે તેવી દહેશત ઊભી થઈ છે.

શહેરીજનોને એક સાથે બે ઋતુનો થયો અનુભવ
ખેડા જિલ્લામાં આજે એક સાથે બે ઋતુનો અનુભવ જોવા મળ્યો છે. ગુરુવાર સવારથી જ થોડી મીનીટ વરસાદ અને થોડી જ ક્ષણોમાં ધમધમતો તાપનો સામનો જિલ્લાવાસીઓને કરવો પડી રહ્યો છે. વાદળછાયા વાતાવરણ, ઝરમર વરસાદ અને આકરા તાપને લીધે વાતાવરણમાં બાફ અને ઉકળાટ પણ વધ્યો છે. વરસાદ પડે ત્યારે પવન વછૂટતો હોવાથી જિલ્લાવાસીઓએ આજે એક દિવસમાં બે ઋતુનો અનુભવ કર્યો છે. જેના કારણે શરદી, તાવ અને મચ્છર જન્ય રોગચાળો વકરશે તેવી પુરેપુરી દહેશત ઊભી થઈ છે.

કપડવંજ તાલુકામાં આજે સૌથી વધુ વરસાદ
જિલ્લામાં આજે ગુરૂવારે સવારે 7થી બપોરે 2 વાગ્યા સુધી નોંધાયેલો વરસાદ જોઈએ તો ખેડા તાલુકામાં 14 MM, નડિયાદ તાલુકામાં 19 MM, મહેમદાવાદ તાલુકામાં 3 MM, માતર તાલુકામાં 9 MM, વસો તાલુકામાં 8 MM, કઠલાલ તાલુકામાં 9 MM, કપડવંજ તાલુકામાં 28 MM અને મહુધા તાલુકામાં 13 MM વરસાદ નોંધાયો હતો. જ્યારે ઠાસરા અને ગળતેશ્ર્વર તાલુકામાં આ સમયગાળામાં વરસાદ નહી પડ્યો હોવાનું ડીઝાસ્‍ટર વિભાગે જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...