તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માંગ:નડિયાદમાં રેલવેનો પ્રોટેક્શન પાટો ક્રેક થતા અકસ્માતની ભીંતી

નડિયાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તાત્કાલિક ધોરણે સમારકામ કરવા વાહનચાલકોની માંગ

નડિયાદમાં રેલવે પ્રોટેક્શન પાટો અગમ્ય કારણોસર ક્રેક થતા અકસ્માતની સંભાવનાઓ ઉભી થઈ છે. શ્રેયસ ગરનાળાના બે ભાગ પૈકી પશ્ચિમ વિસ્તારમાંથી નડિયાદના મુખ્ય વિસ્તાર તરફ આવવાના ભાગનું ક્ષેત્રફળ મોટુ હોવાથી બંને બાજુથી આવતા મોટા વાહનો ત્યાંથી જ પસાર થતા હતા. જ્યાં હવે રેલવેનો પ્રોટેક્શન પાટો વચ્ચેથી ક્રેક થઈ નીચે નમી ગયો છે. જેથી ભારે વાહનોને અહીંથી નીકળવાનો એક માત્ર વિકલ્પ પણ બંધ થઈ ગયો છે.

આસપાસના લોકોએ જણાવ્યા મુજબ અહીં ગત રોજ ખાતર ભરેલો એક મોટો ટેમ્પો પસાર થઈ રહ્યો હતો. જેમાં ઓવરલોડ કરી ખાતર ભરાયુ હતુ. આ ટેમ્પો પશ્ચિમ તરફથી નડિયાદ સીટીમાં દાખલ થઈ રહ્યો હતો. જ્યાં તેના ચાલકને ગરનાળાના ક્ષેત્રફળનો અંદાજો ન આવતા ત્યાંથી પસાર થતા સમયે ઓવરલોડ ખાતરની થેલીઓ ગરનાળાના ઉપરના ભાગે ઘસડાતા નીચે પડી ગઈ હતી. ઉપરાંત આ ટેમ્પા દ્વારા પ્રોટેક્શન પાટો ક્રેક થયો હોવાની શક્યતાઓ છે. ક્રેક થયેલો પાટો રેલવે બ્રીજને નુકસાન ન થાય તે હેતુથી લગાવાયો હતો. આ પાટાનું તાત્કાલિક ધોરણે સમારકામ કરાય તો અહીંથી પસાર થતા બસ, ટ્રક અને અન્ય મોટા સાધનો ફરીથી અવર-જવર કરી શકશે તેમ લોકોએ જણાવ્યુ છે.

અન્ય સમાચારો પણ છે...