તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:નડિયાદ GIDCમાં ગાંધીનગર ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા

બાલાસિનોર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મરચા-હળદરનો 6.12 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો

નડિયાદ જી.આઇ.ડી.સીમાં આવેલ મરચું-હળદર પાવડર બનાવતી ફેક્ટરીમાં ભેળસેળ થતી હોવાની બાતમીના આધારે ગાંધીનગર ફૂડ વિભાગે દરોડા પાડ્યા હતા. ફૂડ વિભાગની કાર્યવાહી દરમિયાન મોટી માત્રામાં હળદર પાવડરમાં ભેળસેળ થતી હોવાનું બહાર આવ્યું હતું. જે જોઇ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. અધિકારીઓએ કાયદેસર કાર્યવાહી કરતા અંદાજે 6.12 લાખ રૂપિયાનો હળદર,મરચા પાવડરનો જથ્થો સીઝ કર્યો છે. મળતી વિગતો મુજબ હળદર, મરચાનું રો મટીરીયલ તેમજ તૈયાર કરેલ જથ્થા સહિતનો સામાન કબજે કરવામાં આવ્યો છે.

મહત્વની વાત છે કે નડિયાદ જી.આઇ.ડી.સીમાં આવેલી ફેક્ટરી માં ભેળસેળ યુક્ત હળદર, મરચાં પાવડર બનતો હોવાની ચર્ચા ઘણા સમયથી હતી. પરંતુ ગાંધીગનર ફૂડ વિભાગની ટીમે છેક નડિયાદ આવી કાર્યવાહી કરતા નડિયાદ ફૂડ વિભાગની કાર્યવાહી ઉપર પણ પ્રશ્નો ઉભા થયા છે.મરચાંના પાઉડરના સેમ્પલ લઈ તપાસ કરવામાં આવતાં તેમાં અખાદ્ય તત્વોનું મિશ્રણ નળી આવ્યું હતું. જ્યારે હળદરના પાઉડરમાં પણ અન્ય કોઈ વસ્તુની મીલાવટ કરી હોવાનું જણાતાં તેથી તમામ માલ સ્વીઝ કરી આગળની કાર્યવાહી કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...