તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિમણુંક સામે સવાલ:ટેક્ષ કૌભાંડમાં ફરિયાદીની નિમણુંક સામે સવાલ

નડિયાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઇન્ચા. ટેક્ષ સુપ્રિટેન્ડન્ટની હાઇકોર્ટના મૌખિક ઓર્ડરની ઉપરવટ જઈ ભરતી થયાની ચર્ચા

નડિયાદ નગર પાલિકામાં ટેક્સ કૌભાંડ બહાર આવતા અચાનક એક બાદ એક કૌભાંડ ના પોપડા ઉખડવા ના શરૂ થઇ ગયા છે. એક તરફ ઇન્ચાર્જ ટેક્સ સુપ્રિટેન્ડન્ટ ખુદ ફરિયાદી બની કૌભાંડ બહાર લાવ્યા છે. તો હવે ઇન્ચાર્જ ટેક્સ સુપ્રિટેન્ડન્ટ સહિત 26 કર્મચારીઓની નિમણૂંક બાબતે પ્રશ્નો ઉભા થયા છે. 3 જુલાઈ 2018 ના રોજ મ્યુનિસિપલ કમિશનર દ્વારા જિલ્લા કલેક્ટરને પત્ર લખી 26 કર્મચારીઓની ભરતી હાઇકોર્ટના ઓરલ ઓર્ડરની ઉપરવટ જઈને થઈ હોવાનું જણાવ્યું હતું.

જે બાબતે નગરપાલિકા ના તત્કાલીન મહેકમ ઇન્ચાર્જ રોહિતભાઇ પાલૈયા સામે કાયદેસર કાર્યવાહી કરવા બાબતે પણ સૂચના આપવામાં આવી હતી. પરંતુ જેતે સમયના પાલિકા સત્તાધીશો દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી નહી થઇ હોવાના આક્ષેપો ઉઠ્યા છે. નગરપાલિકા નું ટેક્સ કૌભાંડ બહાર આવતા જ હવે પાલિકાનું રાજકારણ ગરમાયું છે. ફરિયાદી બની જે વ્યક્તિએ ટેક્સ કૌભાંડ બહાર લાવ્યા તેજ વ્યક્તિની ભરતીને લઈ હવે નવો વિવાદ શરૂ થયો છે. જોકે મામલો જુનો છે, પરંતુ ટેક્સ કૌભાંડ બહાર આવતા જ દબાયેલો મામલો ફરી ગરમાયો છે.

પાલિકાના કામદાર યુનિયન આગેવાન હિમાશું બારોટે દાવો કર્યો છેકે પાલિકાના ઇન્ચા. ટેક્સ સુપ્રિટેન્ડેન્ટ અને ટેક્સ કૌભાંડના ફરિયાદી મયંક દેસાઈ ની ખુદની નિમણુક પાલિકામાં ગેરકાયદેસર છે. 1994માં થેયલ આ ભરતી મામલે બાબુભાઇ આર.પટેલ નામના અરજદારે હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. જે બાદ મ્યુનિસિપલ કમિશનરે સમગ્ર મામલે નિયમોનુસાર કાર્યવાહી કરવા જિલ્લા કલેકટરને હુકમ કર્યો હતો. જોકે ત્યારબાદ કોઇ કાર્યવાહી થઇ હોવાનું જાણવા મળી રહ્યું નથી.

સમગ્ર ઘટના બાદ ઘણા ચીફ ઓફિસર અને ઘણો સ્ટાફ બદલાઇ ગયો, પરંતુ જેતે સમયે ભરતી થયેલ કર્મચારીઓને કાયમી કરવા ના ઠરાવ પણ થઇ ગયા, અને તે કર્મચારીઓ પાલિકામાં જ કામગીરી કરી રહ્યા છે.આ સમગ્ર મામલે પાલિકાના ચીફ ઓફિસર પ્રણવ પારેખ ને પ્રશ્ન કરતા તેઓ આ બાબતે કઇ જ નહી જાણતા હોવાનું જણાવ્યું હતું. તેઓએ કહ્યુ હતુ કે આ બાબતે મારે અભ્યાસ કરવો પડશે.

અમારી નિમણંૂક કાયદેસર છે, અમને દબાવવાનો પ્રયાસ
આ લોકો પાસે ગેરકાયદેસર નિમણૂક બાબેત કોઇ એવિડન્સ નથી. સમગ્ર કૌભાંડની ફરિયાદ પાછી ખેંચવા માટે મને દબાવવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. 2014 માં તમામ પ્રક્રિયા બાદ અમારી નિમણુક થઇ હતી. જેના પાચ વર્ષ પુરા થતા 2019માં અમારી નિમણુક ને 5 વર્ષ પુરા થતા બોર્ડમાં ઠરાવ કરી અમને કાયમી કરવામાં આવ્યા છે. જો સામેવાળાની પાસે કોઇ ડોક્યુમેન્ટ હોય અને કોર્ટમાં પુરવાર કરી શકતા હોય તો તે કરી શકે છે. > મયંક દેસાઇ, ઇન્ચાર્જ ટેક્સ સુપ્રિટેન્ડન્ટ

અન્ય સમાચારો પણ છે...