તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે આવેલા દર્દીઓને વેક્સિન માટે ધક્કા

નડિયાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઓપરેશન શરૂ થાય તે પહેલા રસી લેવા ડોક્ટરની સલાહ પણ રસી મળતી નથી

નડિયાદ સંતરામ મંદિર પાછળ આવેલ અર્બન હેલ્થ સેન્ટરમાં રસી મામલે સવારથી હોબાળો ચાલતો હતો. ત્યા કેટલાક પર પ્રાંતિય લોકો વિવસ ચહેરે ખુણામાં ઉભા રહી નિ:સાસા નાંખતા હતાં. તેમની ઉપર નજર નાંખો તો પ્રથમ નજરે જ નિ:સહાય હોવાનું જણાતાં તેઓનો સંપર્ક કરી જાણવાનો પ્રયત્ન કર્યો. રડમસ ચહેરે જ્યારે તેમને પોતાની વાત જણાવી તો દિલ દ્રવી ઉઠ્યુ.

  • મહેશને રસી મળે પછી જ ટ્રાન્સપ્લાન્ટ થશે રાજસ્થાનના ઉદેપુરમાં રહેતા મહેશભાઇ નાગડાને 2020માં કિડનીની તકલીફ થઇ હતી. જેની દવાઓ ચાલુ હતી, દરમ્યા નવેમ્બર 20માં કોરોના થયો, અને ડિસેમ્બર માસ દરમ્યાન તેઓને આઇસીયુમાં સારવાર લેવી પડી હતી. કોરોનાનીઅસર કિડની પરથતા બંને કિડનીઓ નબળી પડીગઇ હતી. જેથી ડોક્ટરે કિડની ટ્રાન્સપ્લાન્ટની સલાહ આપી છે. 2016માં તેઓ નડિયાદ કિડની હોસ્પિટલ ખાતે સારવાર લીધી હોય, ફરીથી તેઓ ટ્રાન્સપ્લાન્ટ માટે અહી આવ્યા છે. તેમની માતા અન્નુપુર્ણા દેવી તેઓને કિડની આપવાના હોઇ, માતા પુત્ર બંનેને રસી લેવી જરૂરી છે. પરંતુ મહેશભાઇની તકલીફ એ છેકે નડિયાદમાં તેઓને રસી મળીરહી નથી. છેલ્લા 4 દિવસથી તેઓ સિવિલ હોસ્પિટલ, અર્બન હેલ્થ સેન્ટર સહીતની તમામ જગ્યા પર ફરી રહ્યા છે, પરંતુ રસી ન મળવાના કારણે તેમનું ઓપરેશન ક્યારે થસે તેના પર પ્રશ્ન ઉભો થયો છે.
  • ભક્તભૂષણ પણ રસી માટે ધક્કા ખાય છે છત્તિસગઢ, રાયગઢમાં રહેતા ભક્તભૂસણ પટનાયકને કિડની ટ્રાનસપ્લાન્ટ કરાવવાની છે. જે માટે પટનાયક દંપત્તિ 31 ડિસેમ્બરના રોજ નડિયાદ ખાતે આવી ગયા હતા. અગાઉ 17 માર્ચના રોજ તેઓનું ઓપરેશન હતું, પરંતુ કોરોનાને કારણે તે સમયે ઓપરેશન થઇ સક્યું ન હતું. હવે હોસ્પિટલ દ્વારા જુન માસમાં ઓપરેશન માટે જાણ કરી છે. પંરતુ આ દંપત્તિ નડિયાદમાં રહેતુ હોઇ તેઓને નડિયાદમાં જ રસી લેવીપડે તેમ છે. પરંતુ શહેરના દરેક સેન્ટરો પર લાંબી લાઇનો, અને રસીનો પુરતો સ્ટોક ન હોઇ દર વખતે દર્દી સાથે રઝળપાટ કરવાનો વારો આવી રહ્યો છે.
અન્ય સમાચારો પણ છે...