તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેક્સિનેશન:વેક્સીન માટે ધક્કા, સેન્ટરો પર 3 કલાક સુધી રાહ જોયા બાદ પણ વેક્સિન નથી મળતી

નડિયાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
નડિયાદના કેન્દ્રો પર લોકો કલાકો સુધી બેસી રહ્યા પણ સ્ટોક ખૂટી પડતાં રસી મળી ન હતી. - Divya Bhaskar
નડિયાદના કેન્દ્રો પર લોકો કલાકો સુધી બેસી રહ્યા પણ સ્ટોક ખૂટી પડતાં રસી મળી ન હતી.
  • 15.10 લાખ પૈકી 5.66 લાખ લોકો એ પ્રથમ ડોઝ મેળવ્યો, મંગળવારે પણ 8,832 લોકોને જ વેક્સિન અપાઈ
  • જિલ્લામાં 21 જૂન થી 29 જૂન દરમ્યાન 82,280 હજાર લોકોનું વેક્સિનેશન થયું

કોરોના ની એકમાત્ર દવા એટલે વેક્સિન. પરંતુ ખેડા જિલ્લામાં વેક્સિનેશન ની ધીમી કામગીરીને કારણે લોકોને ધક્કા ખાવા પડી રહ્યા છે. સેન્ટર પર વેક્સિનના ડોઝ એટલા તો ઓછા પહોચે છે કે 9 વાગ્યે શરૂ થતું વેક્સિનેશન બપોરે 12.30 સુધીમાં તો પુરૂ થઈ જાય છે. તા.28 જૂનના રોજ જિલ્લામાં માત્ર 4,232 લોકોને વેક્સિન મળી હતી.

જેમાં 29 જૂનના રોજ ઉછાળો આવતા 8,832 લોકોને વેક્સિનેશન નો લાભ મળ્યો છે. જોકે વેક્સિનેશન નો આ આંકડો હજુ પણ ઓછો છે. જ્યારે વેક્સિનેશન ના મહા અભિયાન ની શરૂઆત થઇ ત્યારે, સરકાર દ્વારા હરરોજ 15 હજારથી વધુ લોકોને વેક્સિન આપવાનો ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યો હતો. પરંતુ છેલ્લા 09 દિવસ માં જિલ્લામાં 82,280 લોકોને જ વેક્સિન મળી છે. જિલ્લામાં કુલ વેક્સિનેસનનો ટાર્ગેટ 15.10 લાખ કરતા વધારે છે, જેની સામે અત્યાર સુધી 5.66 લાખ લોકોને જ વેક્સિન નો પ્રથમ ડોઝ મળ્યો છે.

ત્યારે જો આ જ ગતિથી વેક્સિનેશન ચાલસે તો બાકીના સાડા નવ લાખ લોકોને ક્યારે વેક્સિન મળસે તે પ્રશ્ન છે. સ્થાનિકોની ફરીયાદ છે કે તેઓ 2-3 દિવસથી વેક્સીન માટે ધક્કા ખાઈ રહ્યા છે પરંતુ તેઓને વેક્સિન મળી રહી નથી.

કાલે પાછો ગયો હતો, આજે પાછો કાઢ્યો
હુ છેલ્લા બે દિવસથી વેક્સિન લેવા માટે આવું છુ. ગઈકાલે આવ્યો ત્યારે પણ ડોઝ પુરા થઇ ગયા હતા. અને આજે આવ્યો છુ ત્યા પણ ડોઝ નથી. સિક્યુરિટી વાળા કહે છે કે ડોઝ પુરા થઇ ગયા, કાલે આવજો. > શૈલેસભાઇ શાહ

3 દિવસથી ધક્કા ખાઇએ છીએ
અમે છેલ્લા 3 દિવસથી ધક્કા ખાઇએ છીએ. આવીને પુછીયે ત્યારે 90 ડોઝ આવ્યા હોવાનું જાણવા મળે છે. પરંતુ અમારો વારો આવે ત્યાં સુધીમાં પુરા થઇ જાય છે. સવારના સમયે ઘરમાં કામ પડતા મુકીને વેક્સિન લેવા આવ્યા છે પણ ધક્કા જ પડે છે. > લલીતાબેન

કામ પડતું મૂકીને આવ્યા, ધક્કો પડ્યો
અમે 9 વાગ્યાના અહીં આવ્યા છીએ. પહેલા પૂછ્યું ત્યારે કહ્યુ હતુ કે 90 ડોઝ આવ્યા છે. અને અત્યારે કહે છેકે ડોઝ પતી ગયા છે. અમારે મજુરી કામ જવાનું હોય છે, બે દિવસથી કામ બંધ રાખી વેક્સીન માટે આવુ છુ. પણ ધક્કા ખાવા પડે છે. વેક્સિન મળતી નથી. > જગદીશ વાઘેલા

​​​​​​​ઘરકામ મુકીને વેક્સિન લેવા આવ્યા
હુ 9 વાગ્યાની વેક્સિન લેવા માટે આવી છુ. ઘર કામ, રસોઇ કામ બધું મૂકીને વેક્સિન લેવા આવી પણ વેક્સિન ના મળી. આજે પહેલી વાર આવી છુ, પણ વેક્સિન ન મળતા હવે ફરી ઘરકામ મુકીને પાછું આવવું પડશે. > સરોજબેન ડાભી

​​​​​​​પહેલા કીધું મળશે, પછી ડોઝ પતી ગયા
અમે 9 વાગ્યાના વેક્સિન લેવા કેન્દ્ર પર આવ્યા છીએ. પહેલા ગણતરી કરી તો અમને કહ્યું હતું કે ડોઝ મળશે અને ત્રણ કલાક રાહ જોવડાવ્યા બાદ કહ્યું કે અત્યારે વેક્સિન પતી ગઈ છે. આમ રોજ ધક્કા ખાવા પડે છે. > રમીલાબેન ડાભી

અન્ય સમાચારો પણ છે...