વિશ્વ ગુજરાત યુથ વિંગ દ્વારા ગૌરવશાળી ગુજરાતીઓનુ સન્માન કરવામાં આવ્યું હતું. ગુજરાતના સ્થાપના દિવસે આ યુથ વિંગ દ્વારા રાજ્યમાં વિવિધ ક્ષેત્રમાં ફરજ બજાવતા લોકોને સન્માનિત કરવામાં આવ્યા હતા. ત્યારે ખેડા જિલ્લા દ્વારા ગુજરાતીઓનુ સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં ફાયરમેન અને સેવાયજ્ઞમા હોમાયેલી માનવ સેવા પરિવારને ગૌરવપત્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
ગુજરાતી સમાજને સંગઠિત કરવાનું તેમજ સમાજના જરૂરિયાત મંદોને મદદ કરવાના આશયથી વિશ્વ ગુજરાતી યુથ વિંગ ઊભુ કરવામાં આવ્યું છે. જેમા વિશ્વ ગુજરાતી સમાજના પ્રમુખ સી.કે પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં કામગીરી કરવામાં આવી રહી છે. આ યુથ વિંગ કન્વીનર પૌરસ પટેલ અધ્યક્ષતા હેઠળ આવનારા સમયમાં દર વર્ષે ગુજરાત સ્થાપના દિવસના રોજ ગામડાના છેવાડાથી લઈને વિશ્વના ખૂણે ખૂણે વસેલા એવા ગૌરવશાળી ગુજરાતીઓનું ગૌરવપત્ર આપીને સન્માન થશે કે જેને ગુજરાતીઓ માટે અને ગુજરાત માટે યોગદાન આપ્યું છે.
જ્યાં જ્યાં વસે ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. વિશ્વ ગુજરાતી સમાજ યુથ વિંગ ખેડા જિલ્લા કન્વીનર અંકિત પટેલ, કો. કન્વીનર વિશાલ મિસ્ત્રી અને મેહુલ પટેલ દ્વારા પહેલી મે ગુજરાતના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં આ નિમિત્તે ગૌરવશાળી ગુજરાતી - 2022અંતર્ગત નડિયાદ ફાયરબ્રિગેડના ફાયર કર્મી અમીત રાય અને અન્નનો યજ્ઞ કરી રહેલ જય માનવ સેવા પરિવારના સંચાલક મનુભાઈ મહારાજને ગૌરવપત્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, આ વિશ્વ ગુજરાતી સમાજ યુથ વિંગના યુવાનો દ્વારા ગુજરાત ભરમાંથી 108 અને પી.સી.આર વાનના ડ્રાઈવર, સફાઈ કર્મચારીથી લઈને , ફાયરમેન, મેડીકલ ઓફીસર, મેડીકલ સ્ટાફ, વકીલ , રીપોર્ટર , મામલતદાર, પી.આઈ,-આઈ.પી.એસ કક્ષા સુધીના સિલેકટેડ કેટેગરીના સમગ્ર રાજ્યમાંથી 126 જેટલા ગૌરવશાળી ગુજરાતીઓના આ તબક્કે સન્માન કરવામાં આવ્યા છે. જે બાબત સૌ ગુજરાતીઓ માટે ગૌરવંતિ બાબત છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.