તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ:પાટણમાં ડાયનાસોર પાર્કના નિર્માણની જાહેરાતથી જ બાલાસિનોરમાં વિરોધ

બાલાસિનોર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દેશના પ્રથમ અને વિશ્વના ત્રીજા ડાયનાસોર પાર્ક રૈયોલીનું મહત્વ ઘટશે

હજી બે વર્ષ પૂર્વે એટલે કે તા.9-6-2019ના રોજ મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા વિશ્વના ત્રીજો અને ભારત દેશનો પ્રથમ ડાયનાસોર પાર્ક અને મ્યુઝિયમ ખુલ્લો મુકવામાં આવેલ ત્યારે મોટી મોટી જાહેરાતો કરી બાલાસિનોરને વર્લ્ડ ટુરિઝમ મેપ પર ચમકાવવાની જાહેરાતો કરવામાં આવી હતી. માત્ર બે જ વર્ષમાં સરકાર હવે પાટણમાં ડાયનાસોર પાર્ક- ડાયનાસોર મ્યુઝિયમ બનાવવાની જાહેરાત કરતા રૈયોલીનું મહત્વ ઘટી જશે તેવી દહેશત બાલાસિનોર વિસ્તારની પ્રજાને છે અને તેને લઈને કરવામાં આવેલ ખર્ચ પણ નિરર્થક બની જશે તેવો પણ ભય રહેલો છે.

બાલાસિનોર તાલુકાના રૈયોલી ખાતે 1983મા મળી આવેલ ડાયનાસોરના અવશેષો બાદ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા લાખો-કરોડો રૂપિયાના ખર્ચે ફોસિલ પાર્ક બનાવાયો હતો. પરંતુ તાજેતરમાં સરકાર દ્વારા પાટણમાં 100 કરોડના ખર્ચે ડાયનાસોર પાર્ક બનાવવાની જાહેરાતના પગલે સમગ્ર મહિસાગર જિલ્લામાં વિરોધ જોવા મળે છે.ડાયનાસોર અંગેના એક પ્રશ્નના જવાબમાં આલિયા બાબી જણાવે છે કે જે જગ્યાએ ડાયનાસોરના અશ્મિ મળ્યા છે.

એ જગ્યાએ ડાયનાસોર ફોસિલ પાર્ક છે વિશ્વમાં ત્રણ જગ્યાએ સૌથી મોટી સંખ્યામાં ડાયનાસોર ના અવશેષો મળ્યા છે તેમાં ફ્રાન્સ, મંગોલિયા પછી ભારત રહ્યું છે .આ ઉપરાંત આપણા મ્યુઝિયમમાં ડાયનાસોરની સંપૂર્ણ વિગતો​​​​​​પણ છે તો શા માટે તેનું મહત્વ ઘટાડી જે જગાએ અશ્મિ છે તે સ્થળને છોડીને બીજી જગ્યાએ ડાયનાસોર પાર્ક બનાવવામાં આવે તે સામાન્ય પ્રજા ન સમજાય તેવી વાત છે.

અન્ય સમાચારો પણ છે...