તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માંગ:‘આપ’ના પ્રદેશ પ્રમુખ સામે ખેડામાં વિરોધના સૂર છેડાયા

નડિયાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઠાસરા, ડાકોર,કપડવંજમાં ઈટાલિયા વિરુદ્ધ ફરીયાદ નોંધવા માંગ

આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા વિરુદ્ધ ખેડા જિલ્લામાં ત્રણ પોલીસ મથકોએ અરજી અપાઈ છે. ગોપાલ ઈટાલિયા દ્વારા હિન્દુ ધર્મનું અપમાન કરતો વીડિયો વાયરલ કરાયો હોવાથી તેમની વિરુદ્ધ ફરીયાદ નોંધવા માટે રજૂઆત કરાઈ છે. ડાકોરમાં પ્રકાશકુમાર પંડ્યા, ઠાસરામાં રવિ જોષી અને કપડવંજમાં મિલ્કેશ પંડ્યા દ્વારા સ્થાનિક પોલીસને અપાયેલી અરજીમાં જણાવ્યુ છે કે, ગોપાલ ઈટાલિયા દ્વારા સોશિયલ મીડિયામાં પબ્લિસીટી મેળવવા હિન્દુ ધર્મના બહોળા વર્ગોને સંબોધીને અપમાનજનક શબ્દ બોલતા હોવાનો આક્ષેપ કર્યો છે.

તેમજ હિન્દુ ધર્મ પાળનારા લોકોને અપમાનજનક શબ્દ બોલી વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. જેથી ગોપાલ ઈટાલિયા વિરુદ્ધ આઈ. પી. સી. કલમ 295, 295(ક), 298 અને ઈન્ડોરમેશન એક્ટ મુજબનો ગુનો દાખલ કરવા માગ કરાઈ છે. આમ આદમી પાર્ટીનો ગુજરાતમાં પગ પેસારો થતો હવે તેના પ્રદેશ પ્રમુખ સામે જ વિરોધના સૂર છેડાયા છે. ત્યારે હવે સોશિયલ મીડિયામાં હિન્દુ ધર્મની વિરુદ્ધ તેમણે નિવેદન આપ્યુ હોવાના આક્ષેપ સાથે ખેડા જિલ્લામાં તેમની વિરુદ્ધ ફરીયાદ દાખલ કરવાની માંગણીઓ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...