તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માંગ:ખેડા જિલ્લાની 33 ખાનગી શાળાઓની ફી વધારા માટે એફઆરસીમાં દરખાસ્ત

નડિયાદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • શિક્ષકોના પગાર વધારા અને કોરોના દરમિયાન ઘટેલી આવકના કારણો બતાવી ફી વધારાની માંગ

કોરોનાકાળ દરમિયાન ખાનગી શાળામાં ફીનો મામલો ચર્ચામાં રહ્યો હતો. હવે જ્યારે શાળાઓ નિયમિત શરૂ થવા જઇ રહી છે ત્યારે ફરી એકવાર શાળાઓમાં ફી વધારાની ચર્ચા શરૂ થઇ છે. જો વાત કરવામાં આવે ખેડા જિલ્લાની તો જિલ્લાની 20 ખાનગી પ્રાથમિક શાળાઓ તેમજ 13 ખાનગી ઉચ્ચ માધ્યમિક શાળાઓ દ્વારા ફી વધારા માટે એફ.આર.સીમાં રજૂઆત કરાઇ છે. ફી વધારા માટે જુદી જુદી શાળાઓ દ્વારા દરખાસ્ત કરવામાં આવી છે, પરંતુ મોટાભાગની શાળાઓના દરખાસ્તના કારણો લગભગ સરખા જોવા મળ્યા છે.

કોરોનાકાળ દરમિયાન વિદ્યાર્થીની ફી નિયમિત આવી નથી, બીજી તરફ શિક્ષકોના પગાર અને ઓનલાઇન અભ્યાસ તો ચાલુ રહ્યા. ઉપરાંત બીજા અન્ય એડમિનિસ્ટ્રેટીવ ખર્ચને પહોંચી વળવા માટે શાળાઓ દ્વારા 5 થી 10 ટકા ફી વધારાની માંગ કરી છે. શાળાઓ દ્વારા આ અંગે અહેવાલ તૈયાર કરી જિલ્લા શિક્ષણાધિકારી અથવા તો વડોદરા ઝોન ખાતે મોકલી આપવામાં આવ્યા છે. જોકે હજુ સુધી ફી વધારાને કોઈ મંજૂરી આપવામાં નહીં આવી હોવાનું શિક્ષણ વિભાગના સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે.

દર 3 વર્ષે શાળાઓ ફી વધારાની પ્રપોઝલ મુકે છે
ફી વધારાની પ્રપોઝલ માટે નિશ્ચિત ફોરમેટ છે. જે અનુસરતા દર 3 વર્ષે ખાનગી શાળાઓ પોતાના ખર્ચની વિગત અને તેની સાથે ફી વધારાની પ્રપોઝલ મુકતી હોય છે. એફ.આર.સી દ્વારા શાળાના ખર્ચ, આવક અને વિદ્યાર્થીઓની સંખ્યાના મૂલ્યાંકન બાદ નિર્ણય લેવામાં આવતો હોય છે.

સામાન્ય રીતે 5 ટકાનો વધારો મંજૂર થતો હોય છે
શિક્ષણ વિભાગના સુત્રો પાસેથી મળતી વિગતો મુજબ એફ.આર.સીમાં થતી દરખાસ્તો પૈકી દર 3 વર્ષે મહત્તમ 5 ટકા ફી વધારો મંજૂર થતો હોય છે. વડોદરા ઝોન ખાતે એફ.આર.સીમાં જુજ એવી શાળાઓ હશે જેની દરખાસ્ત મંજુર નહી થતી હોય.

અન્ય સમાચારો પણ છે...