તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Nadiad
  • Tree Planting Program Was Held In Three Villages Of Mahudha Panth Under The Auspices Of The Chief Dandak Of The Legislative Assembly.

વૃક્ષારોપણ:મહુધા પંથકના ત્રણ ગામોમા વિધાનસભાના મુખ્‍ય દંડકના હસ્‍તે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બલાઢી ગામે પ્રાથમિક શાળાના મહ્યાહન ભોજન માટેના શેડનું ખાર્તમુહૂર્ત કરાયું

ખેડા જિલ્‍લાના મહુધા તાલુકાના ખલાડી, બલાઢી અને ઉંદરા ગામે વિધાનસભાના મુખ્‍ય દંડક પંકજ દેસાઇના હસ્‍તે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે મુખ્‍ય દંડકે જણાવ્‍યું હતું કે, તાજેતરની કોરોનાની વૈશ્વિક મહામારીમાં ઓક્સિજનની અછતને કારણે વિશ્વમાં અનેક કિંમતી જીંદગી હોમાઇ ગઇ છે. આપણે નસીબદાર છીએ કે, આપણે આપણી કુદરતી સંપદા જાળવી રાખી છે. તેથી આ મહામારીમાં આપણને ઓછી અસર થઇ છે. પરંતુ હજુ પણ જોઇએ તેટલા વૃક્ષોનું જતન થતું નથી.

તેથી આગામી સમયમાં ચોમાસાની ઋતુ શરૂ થનાર હોઇ આપણે આપણા ઘર પાસે, ફળીયામાં, ગામમાં અને આપણા ખેતરમાં તેમજ ખેતરના પાળાના વિસ્‍તારમાં વધુને વધુ વૃક્ષોનું વાવેતર કરી આપણા ગામ, તાલુકા અને જિલ્‍લાને હરીયાળો બનાવીએ. આના કારણે મનુષ્‍ય જીવનને કુદરતી અમુલ્‍ય શુધ્ધ ઓક્સિજન પુરતા પ્રમાણમાં મળશે. ખેડુતને વૃક્ષ થકી આવક થશે. જો ફળ-ફળાદીનું વૃક્ષો હશે તો ખેતીવાડિની સાથે સાથે રોકડી આવક થવાથી ખેડૂતની આર્થિક સમૃધ્ધિ પણ વધશે અને કુદરતી સંપદામાં વધારો થશે.

આ પ્રસંગે બલાઢી ગામે તેમના હસ્‍તે પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે મહ્યાહન ભોજન માટેના શેડનું ખાર્તમુહૂત કરવામાં આવ્‍યું હતુ અને ત્રણેય ગામ ખાતે આંગણવાડિના બાળકોને ગણવેશનું વિતરણ કરવામાં આવ્‍યું હતું. આ કાર્યક્રમમાં જિલ્‍લા પંચાયતના કારોબારી અધ્યક્ષ જયંતિ સોઢાપરમાર, રાજન દેસાઇ, તાલુકા પંચાયતના પ્રમુખ સવિતાબેન પરમાર, મામલતદાર દિપલબેન ભારાઇ, તાલુકા વિકાસ અધિકારી ર્ડા.ઝબુકા કોટડિયા,ત્રણેય ગામના સરપંચ સહિત ગ્રામજનો હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...