આજથી નવલી નવરાત્રી:પ્રોફેશનલ ગરબા રદ થતા શેરીઓમાં રંગ જામશે

નડિયાદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક

આજથી નવલા નોરતા ની શરૂઆત થઈ રહી છે. ત્યારે ખેડા જિલ્લા ઉપરાંત નડિયાદ ની શેરીઓમાં વર્ષો અગાઉ જોવા મળતા શ્રધ્ધા અને પરંપરાગત ગરબાનો રંગ જોવા મળશે. સરકારે ભલે મોટા પ્રોફેશનલ ગરબાને મંજૂરી આપી નથી, પરંતુ જને ગરબાનો શોખ છે, તે ખેલૈયાઓ તો ઘર આંગણે શેરી ગરબા રમવા થનગની રહ્યા છે. શહેરના મોટા પોર, નાના પોર, દેસાઈ વગો, કૃષ્ણ જીવન સોસાયટી, ડુમરાલ બજાર, પોલીસ લાઈન એવા અનેક વિસ્તારો છે, જ્યાં શહેરના ફેમસ ગરબા થાય છે. આ વિસ્તારના આયોજકોએ તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે, પરંતુ કેટલીક શરતો છે, જેનું ખેલૈયાઓએ પાલન કરવાનું રહેશે.

મોટા પોર વિસ્તારમાં રહેતા લોકોને જ એન્ટ્રી મળશે
અમારા વિસ્તારમાં વર્ષોથી શેરી ગરબા થાય છે, અમારે અહીં ખોડીયાર માતાજીનું મંદિરે ગરબા થાય છે. શુદ્ધ ગુજરાતી ગરબાની ધુને થતા ગરબામાં 300-400 લોકો જોડાતા હોય છે. સરકારે કોરોનાની ગાઈડલાઈન મુજબ દરેક ખેલૈયા માસ્ક પહેરે તેનું ધ્યાન રાખવામાં આવશે. સાથે સાથે તેનું પણ ધ્યાન રાખીશું કે સ્થાનિક વ્યક્તિ ઓ સિવાય બહારથી આવતી કોઈપણ વ્યક્તિને ગરબામાં એન્ટ્રી મળશે નહી. - અશીત બકુલભાઇ પટેલ, આયોજક

​​​​​​​ખુલ્લા આકાશ નીચે ડોક્ટર્સ પરિવાર ગરબા કરશે
નડિયાદના કિડની હોસ્પિટલ સ્ટાફ ક્વાર્ટર્સમાં છેલ્લા 5 વર્ષથી ડોક્ટરર્સ પરિવાર દ્વારા ગરબાનું આયોજન થાય છે. કોરોનાના 2 વર્ષ દરમિયાન આયોજન થયું ન હતુ. પરંતુ આ વર્ષે સરકારે છુટ આપતા ફરીથી ડોક્ટર્સ દ્વારા ગરબાનું આયોજન કરાયું છે. અહીના ગરબાની ખાસીયત છેકે અહી ગુજરાતી, રાજસ્થાની, સાઉથ ઇન્ડિયન, પંજાબી એમ જુદા જુદા પ્રદેશ માંથી આવેલા ડોક્ટર પરિવારના લોકો ગરબામાં જોડાઈ છે. - ડો.દિપાબેન પ્રજાપતિ

60 વર્ષથી શેરી ગરબા થાય છે
મારી ઉંમર 60 વર્ષની થઈ, અને હુ નાનો હતો ત્યારથી અમારા વિસ્તારમાં શેરી ગરબા થાય છે. લોકો અમારા ગરબા જોવા માટે દુર દુરથી આવતા હોય છે. આઠમના દિવસે હાથમાં દિવાની આરતી થાય છે અને વિવિધ વેશભૂષાના કાર્યક્રમો પણ કરવામાં આવે છે. કોરોના કાળ અગાઉ પ્રોફેશનલ ગરબા થતા હતા, ત્યારે પણ અમારા વિસ્તારમાં તો શેરી ગરબા થતા જ હતા. આ વર્ષે પ્રોફેશનલ ગરબા બંધ થશે એટલે યુવાનો પણ ગરબામાં જોડાશે. ખેલૈયાઓ ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે. - પંકજ પટેલ, આયોજક

સરદાર ઘર આંગણે પણ યોજાય છે ગરબા
નડિયાદ શહેરના દેસાઈ વગા વિસ્તારમાં સરદારના ઘર આંગણે વર્ષોથી ગરબાની રમઝટ બોલાય છે. કોરોના કાળના બે વર્ષ ગરબા થયા ન હતા, પરંતુ આ વર્ષે સરકારે છૂટ આપતા ફરીથી ગરબા થશે. ફક્ત વિસ્તારના રહેવાસી ઓ જ ગરબા માં જોડાય છે. કોરોના કાળ હોવાથી બહારના લોકોને એન્ટ્રી નહી આપવા આયોજકોએ જણાવ્યું છે. - ભાવેશભાઇ

અન્ય સમાચારો પણ છે...