કોરોના ઇફેક્ટ:સેવાલિયામાં માસ્ક વગર ફરનારા સામે કાર્યવાહી

સેવાલીયાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગળતેશ્વર તાલુકા અને સેવાલીયા મુખ્યમથકમાં લોકો ઘણા સમયથી કોરોના ભૂલી માસ્ક, સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાવી રહ્યા હતા. ત્યારે ગુરુવારે સવારે સેવાલીયા પી.એસ.આઈ એમ.એસ.અસારી દ્વારા બજારમાં બિન્ધાસ્ત બેખૌફ ફરતા લોકોને માસ્ક યાદ કરાવ્યો હતો. પોલીસને જોતાની સાથે વેપારીઓ, ગ્રાહકો પોતાના માસ્ક ગોતવા લાગ્યા હતા. પોલીસે માસ્ક વગર ફરતા લોકોને કોરોનાની ગંભીરતા સમજાવી હતી અને ૧૦ જેટલા માસ્ક વગરના લોકો પાસેથી દંડ વસૂલ્યો હતો.પોલીસે કાનૂની દંડો ઉગામી જાહેરનામાનો ભંગ કરતાં લોકોને કાયદાના પાઠ ભણાવ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...