તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:નડિયાદમાં રખડતા પશુઓનો ત્રાસ, રોડની વચ્ચે અડીંગો જમાવતા વાહન ચાલકો તેમજ રાહદારીઓને ભારે મુશ્કેલી

નડિયાદ22 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • મુખ્યમાર્ગ સહિત અનેક સ્થળોએ રખડતા પશુઓનો જમાવડો
 • રાહદારીઓ, વાહન ચાલકો તથા સિનિયર સિટીઝનો પરેશાન

ખેડા જિલ્લાનું વડામથક આમ તો સાક્ષરનગરી તરીકે ઓળખાય છે. પણ ભવિષ્યમાં ગોકુળ નગરી તરીકે ઓળખાશે તેમાં કોઈ બે મત નથી. શહેરમાં ઠેકઠેકાણે જાહેર માર્ગો તેમજ જાહેર સ્થળોએ રખડતા પશુઓનો ત્રાસ વધ્યો છે. જેના કારણે શહેરના નગરજનોને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે.

પશુઓના ઝુંડને કારણે પુરા વિસ્તારમાં ટ્રાફિક જામ
નડિયાદ શહેરમાં દિન પ્રતિદિન રખડતા પશુઓનો ત્રાસ વધવા પામ્યો છે. શહેરના હાર્દસમા મુખ્ય માર્ગ સંતરામ રોડ, કોલેજ રોડ, મીલ રોડ સહિત પશ્ચિમ વિસ્તારના કેટલાક રોડ ઉપર દિનરાત રખડતા પશુઓ જોવા મળી રહ્યા છે. તો વળી આ પશુઓનું ટોળું ક્યારેય રોડની વચ્ચે અડીંગો જમાવતા વાહન ચાલકો તેમજ રાહદારીઓને ભારે મુશ્કેલી વેઠવી પડે છે. અમુક વખતે તો આ પશુઓ રોડ વચ્ચેથી ખસતા નહોવાને કારણે પુરા વિસ્તારમાં ટ્રાફિક જામ પણ થઈ જાય છે. શહેરમાં આવેલા જાહેર સ્થળો જેવા કે બસ સ્ટેન્ડ, પીકઅપ સ્ટેન્ડ વગેરે સ્થળો ઉપર પણ રખડતા પશુઓના ઝુંડેઝુંડ જોવા મળે છે. જેના કારણે રાહદારીઓ અને આવા જાહેર સ્થળોએ આવન-જાવન કરી રહેલા મુસાફરોને હાલાકી ભોગવવી પડે છે. તેમાં મોટેભાગે સિનિયર સિટીઝનનોને આ પશુઓનો ડર સતાવતો હોય છે.

દરરોજ રખડતા પશુઓને ડબ્બામાં પુરી સુરક્ષિત લઈ જવાય છેઃ પ્રણવભાઈ
ભુતકાળમાં શહેરમાં રખડતા પશુઓને કારણે અકસ્માત અને બીજા ઘણાં બધા નાના મોટા બનાવો બન્યા છે. જેનાથી હજી તંત્ર કઈ શીખ્યું નહોવાનું ચિત્ર સ્પષ્ટ થાય છે. આ અંગે નગરપાલિકાના સી. ઓ. પ્રણવભાઈ પારેખનો ટેલીફોનીક સંપર્ક સાધતા તેઓએ જણાવ્યું હતું કે, આ અંગે અમે અમારા વિભાગ દ્વારા દરરોજ રખડતા પશુઓને ડબ્બામાં પુરી સુરક્ષિત ગાયોના વાડામાં લઈ જવાની કામગીરી કરી રહ્યા છે. નિયમિત રીતે આ કામગીરી ચાલે છે અને પશુમાલિકો સામે પણ કાર્યવાહી કરી રહ્યા છે. નગરજનોને મુશ્કેલી ના પડે તેની કાળજી રાખવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો