તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પસંદગી:ખેડા જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકોને પારિતોષિક એવોર્ડ એનાયત થશે

નડિયાદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
ખેડા જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા શ્રેષ્ઠ શિક્ષકોને એવોર્ડ એનાયત કરાશે. - Divya Bhaskar
ખેડા જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા શ્રેષ્ઠ શિક્ષકોને એવોર્ડ એનાયત કરાશે.
  • તાલુકા કક્ષાએ 16 અને જિલ્લા કક્ષાએ 4 શિક્ષકની પસંદગી
  • જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા 20 શિક્ષકોની યાદી જાહેર કરાઇ

ખેડા જિલ્લા અને તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોને પારિતોષિક એવોર્ડ એનાયત કરવામાં આવનાર છે. વર્ષ 2021 માટે જિલ્લા કક્ષાએ 04 અને તાલુકા કક્ષાએ 16 શિક્ષકોની પસંદગી કરવામાં આવી છે. જેમાં સી.આર.સી., બી.આર.સી, કેળવણી નિરીક્ષક, આચાર્ય, એચ.ટાટ કેટેગરીમાં 01 શિક્ષક અને માધ્યમિક શાળાના શિક્ષકોમાંથી 01 શિક્ષકની પસંદગી કરવામાં આવી છે. જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી તરફથી શ્રેષ્ઠ શિક્ષકોની યાદી બહાર પાડવામાં આવી છે. જેમાં 20 શિક્ષકોના નામ જાહેર કરાયા છે.

પસંદગી પામેલા આ શિક્ષકોમાં તાલુકા કક્ષાએ 1, બચુભાઇ નાયક, પ્રા.શા.પોરડા ફાગવેલ, તા.કઠલાલ 2. દિનેશકુમાર શર્મા, પ્રા.શા.દારા ખાંટના મુવાડા, તા.કઠલાલ 3. ભાનુભાઇ વાણીયા, પા.શા. રઢુ કુમાર પે સેન્ટર, ખેડા 4. મહંમદ મોહસીન ઈ.મલેક પા.શા. સનાદરા તા.ગળતેશ્વર 5. હરીશ કુમાર કિ.ભોઈ પા.શા.હડમતીયા, તા.ગળતેશ્વર 6. પ્રતિક ચંદ્રવદનભાઈ સુતરીયા પ્રા.શા. ઠાસરા 7. કલ્પેશકુમાર પી.પંચાલ, પે.સે.પ્રા.શા. ભાથીજી વર્ગ 8. અર્જુનસિંહ ચૌહાણ, એસ.જી.બ્રહ્મભટ્ટ બધિર વિધા વિહાર, નડિયાદ 9.સંદિપકુમાર પ્રજાપતિ, પ્રા.શા.રઘવાણજ, માતર 10.વિજય કુમાર રાઠોડ, પ્રા.શા. પાલ્લા, માતર 11.સૌરભ કુમાર પટેલ, પ્રા.શા.ગુણીયા, મહેમદાવાદ 12.મેહુલ વોરા પ્રા.શા.કરોલી, મહેમદાવાદ 13.બિરેનકુમાર પટેલ પ્રા.શા.સેવારીયા, મહુધા 14.વિણાબેન અમીન પ્રા.શા.સાસ્તાપુર, મહુધા 15.મેરી પીટર્સ, પ્રા.શા.દંતાલી, વસો 16.હર્ષદકુમાર પટેલ, પ્રા.શા., દેવા, વસોનો સમાવેશ થાય છે.

જ્યારે જિલ્લા કક્ષાએ પસંદગી પામનાર 1.હિરેન કુમાર શર્મા, પ્રા.શા.વાવડી, ખેડા 2.સંજયકુમાર પટેલ, પ્રા.શા.હાથનોલી મહેમદાવાદ 3.સંજયકુમાર શર્મા, શારદા મંદિર હાઈ.મેનપુરા, ગળતેશ્વર 4.ભુપેન્દ્ર કુમાર પટેલ, સી.આર.સી. નેનપુર, મહેમદાવાદનો સમાવેશ થાય છે.

દરખાસ્ત મોકલનાર શિક્ષકોના 5 સભ્યોની કમિટી સમક્ષ ઇન્ટરવ્યુ થાય છે
માધ્યમિક અને ઉચ્ચતરના શિક્ષક અને આચાર્ય તેમની દરખાસ્ત જિલ્લા શિક્ષણાધિકારીને તેમજ પ્રાઇમરી ના શિક્ષકો, આચાર્ય, બી.આર.સી ડી.પી.ઓ.ને તેમની દરખાસ્ત મોકલતા હોય છે. જે દરખાસ્તો પર સુનાવણી કરવા માટે 5 સભ્યોની કમિટી બનતી હોય છે. જેમની સમક્ષ દરખાસ્ત કરનાર શિક્ષકોના ઇન્ટરવ્યુ થતા હોય છે. જેમાં શિક્ષકો દ્વારા મોકલાવેલ તમામ ડોક્યુમેન્ટ અને શિક્ષકોની કામગીરી ની તપાસણી થતી હોય છે. જેના અંતે શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એવોર્ડ કોને આપવો તે નક્કી કરવામાં આવે છે. - બી.કે.પટેલ, જિ.પ્રા.શિ.અધિકારી

અન્ય સમાચારો પણ છે...