માંગણી:નડિયાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકોએ ગ્રેડ પે બાબતે કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી

નડિયાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • શિક્ષકોને 4200 ગ્રેડ-પેને બદલે માત્ર રૂ. 2800 ચૂકવવાતાં 15 હજાર જેટલા શિક્ષકો સાથે હડહડતો અન્યાય

નગર પ્રાથમિક શિક્ષકોના ઓછા વેતનમાં શોષણ થતાં હક પાત્ર પે સ્કેલ મળવા માટે આવા શિક્ષકોએ સરકાર સામે બાયો ચઢાવી છે. નડિયાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકોએ ગ્રેડ પે બાબતે અધિક કલેકટર અને પ્રાથમિક શાસના અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે.

આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર , નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ શિક્ષકોને 4200 ગ્રેડ પેને બદલે માત્ર 2800 ચૂકવવાથી 15 હજાર જેટલા શિક્ષકોને મોટુ નુકશાન થઈ રહ્યું છે. આ સાથે સાથે સમાન કામ સમાન વેતનની બંધારણીય જોગવાઈ અને સુપ્રીમ કોર્ટની ગાઈડ લાઈનનું પણ ઉલંધન કરવામાં આવી રહ્યું છે.

આ અંગે શિક્ષકો દ્વારા અધિકારીઓ અને મંત્રીઓને અવારનવાર રજુઆતો કરવામાં આવી હોવા છતા પ્રશ્નોનો ઉકેલ આવતો નથી. 17 માર્ચ 2021ના પરિપત્રમાં ઉલ્લેખ હોવા છતાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પ્રાથમિક શિક્ષકોના 4200 ગ્રેડ પે મુજબ ચૂકવણી કરવામાં આવતી નથી.

આ થઈ રહેલા અન્યાય મુદ્દે ગુજરાત રાજય નગર પ્રાથમિક શિક્ષક સંઘના આયોજન મુજબ ગાંધી ચિંધ્યા માર્ગે ગુજરાતના પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકો આંદોલનો કરી રહ્યા છે. આથી આજે નડીયાદ નગર પ્રાથમિક શિક્ષકોએ પણ આ અંગે જીલ્લા અધિક કલેકટરને અને પ્રાથમિક શાસના અધિકારી આવેદનપત્ર આપી રજૂઆત કરી છે. અને સત્વરે આ અંગે ઉકેલ આવે તેવી માંગ કરી છે.