મોંઘવારી:નડિયાદમાં ગૌરી-જયાપાર્વતી વ્રત પૂર્વે સુકામેવાના ભાવમાં ચઢાવ-ઉતાર, અમેરિકન બદામ, ટુકડા કાજુ, અંજીરના ભાવ વધ્યા

નડિયાદ10 મહિનો પહેલા
  • કૉપી લિંક
ગૌરીવ્રત તહેવાર નિમિત્તે દુકાનોમાં ઠેરઠેર અત્યારથી જ વેચાણ શરૂ થઇ ગયું છે. - Divya Bhaskar
ગૌરીવ્રત તહેવાર નિમિત્તે દુકાનોમાં ઠેરઠેર અત્યારથી જ વેચાણ શરૂ થઇ ગયું છે.
  • મોટા કાજુ, અખરોટ, ખારેકના ભાવ ઘટ્યા : જેની માંગ વધુ તેના ભાવ વધ્યા, જેની ઓછી તેના ભાવ ઘટ્યા

ચીજવસ્તુઓના ભાવ વધારાને કારણે મોંઘવારીનો દર આસમાને પહોંચ્યા છે. પરંતુ સુકામેવાના ભાવ પર તેની નહીવત અસર જોવા મળી રહી છે. ખાસ કરીને ગૌરીવ્રત દરમિયાન સુકામેવાની માંગ વધતી હોય છે, ત્યારે નડિયાદ શહેરમાં સુકામેવાના ભાવમાં વધઘટ જોવા મળી છે. ગત વર્ષે સુકામેવાના ભાવ ની આ વર્ષના ભાવ સાથે સરખામણી કરતા જુદી જુદી ચીજવસ્તુઓમાં જુદા જુવા ભાવ મળ્યા. જે સુકામેવાની માંગ વધારે છે, તેના ભાવ પણ વધારે છે.

બીજી તરફ જેની માંગ ઓછી છે તેના ભાવમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો. આ બાબતે નડિયાદ શહેરના વેપારી ઓ સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું બજારમાં જે ચીજ વધારે વેચાય છે, તેનો ભાવ હંમેશા ઉચકાતા હોય છે, પરંતુ જેની માંગમાં ઘટાડો થતો હોય છે, તે ચીજના ભાવ પણ આપોઆપ ઘટી જતા હોય છે. સામાન્ય રીતે ચીજવસ્તુઓ ની આવક ઉપર પણ ભાવનો મદાર રહેતો હોય છે. જો કોઇ ચીજવસ્તુની સોર્ટેજ સર્જાય અને તેની માંગ વધે તો ભાવમાં વધારો થતો હોય છે.

કોરોના કાળમાં મોંઘી વસ્તુ નું વેચાણ ઘટ્યું
કોરોના કાળ દરમિયાન લોકોની ખરીદ શક્તિ ઘટી છે. તહેવારો દરમિયાન લોકો 2-4 ચીજવસ્તુઓ ખરીદી ને તહેવાર ઉજવી લેતા હોય છે. જેના કારણે સુકામેવા જેવી મોંઘી ચીજ વસ્તુઓના વેચાણમાં ઘટાડો થયો છે. વેચાણમાં ઘટાડો થવાને કારણે આપો આપ ભાવોમાં ઘટાડો થયો છે. - પ્રશાંતભાઇ, કરિયાણાના વેપારી

હજુ ઘરાકી ખુલે તેની રાહ જોઇએ છે
ગત વર્ષે કોરોના કાળમાં ગૌરી વ્રત હતા, ત્યારે ખાસ ઘરાકી થઇ ન હતી. આ વર્ષે હજુ ગૌરીવ્રત ને અઠવાડિયું બાકી છે. ત્યારે વેપારી ઘરાકી ખુલે તેની રાહ જોઈ રહ્યા છે. જોકે કાજુ, બદામ, અખરોટ, દ્રાક્ષ, જેવા મોંઘા સુકામેવાની ડિમાન્ડ માં ઘટાડો થયો હોય તેના ભાવ પણ ઘટ્યા છે. - વિનોદભાઇ,

ગત વર્ષની સરખામણીએ આ વર્ષના ભાવ

સુકા મેવાની ચીજવસ્તુઓ

2020ના ભાવ2021 ના ભાવ
અમેરીકન બદામ680700
બેસ્ટ મોટા કાજુ11001000
ફાડા કાજુ880800
ટુકડા કાજુ700800
બેસ્ટ સફેદ દ્રાક્ષ360360
વિણાટ આલુ600600
બેસ્ટ અખરોટ800700
અંજીર12001300
આખા પિસ્તા12001200
ખારેક360320

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...