તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:આસ્થા હોસ્પિટલમાં દર્દીના મોતથી હોબાળો પરિવારજનો પર વધુ રૂપિયા માટે દબાણ

નડિયાદ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બે દિવસમાં રૂપિયા નહીં ભરો તો દર્દીને રસ્તા પર મુકી દેવાની ધમકી અપાઇ હતી ઃ મામલો પોલીસમાં

નડિયાદના પીજભાગોળ દાંડીયા ફળીયામાં રહેતા તોસિફ ખલીફાની માતા જુબેદાબેન અકસ્માત નડતા આસ્થા હોસ્પિટલમાં અગાઉ દાખલ કરાયા હતા. તેઓનું ઓપરેશન થયા બાદ ઇન્ફેક્શન થતા ફરી આજ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. સારવાર બાદ જુબેદાબેનની તબિયતમાં સુધારો થયો હતો.

હોસ્પિટલમાં રૂ.55 હજાર જમા કરાવ્યા હતા. ત્યારબાદ વધુ પૈસા માંગતા સ્ટાફ અને પરિવારજનો વચ્ચે મતભેદ શરૂ થયા હતા. બે દિવસમાં રૂપિયા નહી ભરો તો દર્દીને રસ્તા પર મુકી દઇશું’ તેવો જવાબ આપ્યો હતો. આજે તેઓનું મૃત્યુ થઇ જતા બાકીના રૂપિયા ભરી જાવ અને લાશ લઇ જાવ તેમ જણાવતા જ હોસ્પિટલમાં પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો.

બજારમાંથી 5 રૂપિયાની પોઇઝનની ગોળી લાવી આપો
હોસ્પિટલમાં હોબાળાની ઘટના બાદ દર્દીના પરિવારજનો પોલીસ મથેક પહોચ્યા હતા, જ્યા આપેલ અરજીમાં ઉલ્લેખ કર્યો છેકે ફરજ પરના ડોક્ટરે કહ્યું છેકે ‘મને બદનામ ના કરશો, એવું હોય તો મને બજારમાંથી પોઇઝનની ગોળી લાવી આપો, દવા પીને મરી જઇશ.’

દર્દીના સગા અમારી બેદરકારી સાબિત કરી બતાવેઃ ડોક્ટર
ડોક્ટર દિલિપસિહ પરમાર સાથે ચર્ચા કરતા તેઓએ આક્ષેપોને ખોટા ગણાવ્યા હતા. તેઓએ દાવો કર્યો હતો કે દર્દીના સગાને કહો બેદરકારી સાબિત કરી બતાવે. દર્દી આઇ.સી.યુમાં હોવાથી ખર્ચ તો આવે જ. દર્દી 12 દિવસથી હોસ્પિટલમાં દાખલ હતું, તેમજ તે બચી શકે તેવું પણ ન હતું.

અન્ય સમાચારો પણ છે...