તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Nadiad
  • Kathalal's Youth Prepared Wonderful Rangoli And Enchanted Everyone, Made A Rangoli Suitable For Festivals And Provided A Unique Example Of His Art.

કલા:કઠલાલના યુવાને અદ્ભુત રંગોળી તૈયાર કરી સૌને મંત્રમુગ્ધ કર્યા, તહેવારોને અનુરૂપ રંગોળી બનાવી પોતાની કલાનું અનોખું ઉદાહરણ પુરૂ પાડ્યું

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઇશ્વર પ્રત્યેની મારી આ શ્રદ્ધા મને આ કળા તરફ ખેંચી લાવે છે: ધ્રુવ વ્યાસ
  • ધ્રુવ વ્યાસ રંગોળીની સેવા તદ્દન નિશુલ્ક કરે છે

ગુજરાતમાં સાથિયા તો મહારાષ્ટ્રની રંગાવલી, બંગાળમાં પાડવામાં આવતી અલ્પના અને રાજસ્થાનના માંડણા, છત્તીસગઢની ચોકપુરાના તથા આંધ્ર પ્રદેશની મુગ્ગુલુ રંગોળી ભારતના વિવિધ પ્રાંતની લોકકલાનું પ્રતિનિધિત્વ કરે છે. જોકે, આજના મોર્ડન યુગમાં ડેકોરેટિવ અને ટ્રેન્ડી રંગોળીમાં ઘણા બધા ઓપ્શન આવી ગયા છે, પરંતુ હાથથી પાડવામાં આવતી પરંપરાગત રંગોળીની વાત જ નોખી છે. ત્યારે ખેડા જિલ્લાના કઠલાલમાં રહેતા ધ્રુવ વ્યાસ જેઓની રંગોળી પ્રત્યેની કળા અને કલા ખુબ જ વર્ણનિય છે.

રંગોળીનો ઇતિહાસ અંદાજે 5 હજાર વર્ષ જૂનો છે. પુરાતત્ત્વવિદો અને ઇતિહાસકારોના જણાવ્યાનુસાર રંગોળીનું આગમન મોહેં જો દરો અને હડપ્પા સંસ્કૃતિ સાથે થયો છે. તત્કાલીન સંસ્કૃતિના અવશેષોમાં અલ્પના (રંગોળી)નાં ભીંતચિત્રો પ્રાપ્ત થયાં છે. પ્રાચીન વાસ્ત્યાયનના કામસૂત્રમાં વર્ણવવામાં આવેલી 64 કળામાં અલ્પનાનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ શબ્દની ઉત્પ‌િત્ત સંસ્કૃત શબ્દ ઓલંપેન (લીંપણ કરવું) પરથી થઈ છે. બંગાળી ભાષામાં રંગોળીને અલ્પના કહે છે. આમ રંગોળીનો ઇતિહાસ બંગાળની લોકકળા સાથે સંકળાયેલો હોવાના પુરાવા પ્રાપ્ત થયા છે.

પ્રાચીન સમયમાં રંગોળી પાડવા કોરો અથવા ભીનો ચોખાનો લોટ, રેતી, હળદર, સિંદૂર, ફૂલ-પાન વગેરેનો ઉપયોગ થતો હતો. એ વખતે રંગોળી માત્ર જમીન પર નહીં, ભીંત પર પણ પાડવામાં આવતી હતી. આજે પણ ગ્રામીણ વિસ્તારમાં દિવાલો પર રંગોળીની પૅટર્ન જોવા મળે છે.

ખેડા જિલ્લાના કઠલાલમાં રહેતા ધ્રુવ વ્યાસ જેઓની રંગોળી પ્રત્યેની કળા અને કલા ખુબ જ વર્ણનિય છે. તેઓ જણાવે છે કે, પાંચ વર્ષ પહેલા મે રંગોળી બનાવવાનું કામ શરૂ કર્યું હતુ. મને આ પ્રેરણા મારા પિતા પાસેથી મળી છે. મારા પિતા મંદિરમાં ફુલો, કઠોળ દ્રારા શણગાર કરતા હતા. ત્યારબાદ તેમાથી હું શિખ્યો અને ધીમે ધીમે મે રંગોળી બનાવવાનું ચાલુ કર્યું. તેઓ ગુજરાતના અનેક સ્થળો જેવા કે, સૌરાષ્ટ્ર, કચ્છમાં અને મધ્ય ગુજરાતમાં નિશુલ્ક રંગોળી બનાવી છે.

ધાર્મિક જગ્યાઓ, લગ્ન પ્રસંગે તેમજ વાર-તહેવારોને અનુરૂપ રંગોળી બનાવી છે. રંગોળીની કલા અને કળા બદલ તેઓને પુરસ્કાર આપી બિરદાવવામાં પણ આવ્યા છે. આ રંગોળીની સેવા તેઓ દ્વારા તદ્દન નિશુલ્ક કરી રહ્યા છે. ધ્રુવ વ્યાસ કહે છે કે તેઓ વ્યવસાયે સિવિલ એન્જિનિયર છે. ભગવાન પ્રત્યેની રૂચિ ધાર્મિક શ્રદ્ધા સમાન છે. મારી આ શ્રદ્ધા મને આ કળા તરફ ખેંચી લાવે છે.

તેમણે જેટલી જગ્યાએ રંગોળીનું કાર્ય કર્યું છે એ સ્વખર્ચે જ કર્યું છે. તેઓ અલગ અલગ જગ્યાએ રંગોળી બનાવવા માટે ગયા છે ત્યાં તેઓએ ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ જાતે જ ઉપાડ્યો છે, તેઓ પોતાના ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ પણ લેતા નથી. તેમજ રંગોળી બનાવવા માટે રંગો, સાધન સામગ્રી પણ તેઓ પોતાની જ બધી જ જગ્યાએ લઇને જાય છે. તેઓ ખુબ જ ઓછા સમયમાં આકર્ષક રંગોળી બનાવે છે. શ્રાવણ માસ નિમિત્તે તેમના દ્વારા મહાદેવના મંદિરે તૈયાર કરવામાં આવેલ રંગોળીએ ભારે આકર્ષણ જમાવ્યું છે.

આ ઉપરાંત વાર તહેવારોને અનુરૂપ ભગવાનની વિવિધ રંગોળી બનાવી અલગ જ ઉદાહરણ પુરૂ પાડી રહ્યા છે. એટલે જ તો કહેવાય છે કે ગુજરાતમાં વિવિધ કલાનો અને કળાના જાણકાર કલાકારોનો દબદબો રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...