તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તૈયારી:યાત્રાધામ ડાકોરમાં 249મી રથયાત્રાની તૈયારીઓ શરૂ, જોકે મંજૂરી મળશે કે કેમ તે અસ્પષ્ટ

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

કોરોના સંક્રમણમાં ઘટાડો થતા સરકાર દ્વારા છૂટછાટનો દોર શરૂ થયો. આવનારી રથયાત્રાની ઉજવણીને લઇ ભક્તજનોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ડાકોર મંદિર પ્રશાસન દ્વારા તો રાજા રણછોડના પૌરાણિક રથોને ચમકાવવાની કામગીરી પણ શરૂ કરી દેવાઇ છે. ત્યારે હવે તંત્ર કઈ દિશામાં નિર્ણય લેશે તેના પર સૌની નજર છે.

યાત્રાધામ ડાકોરમાં યોજાનાર 249મી રથયાત્રા માટે મંદિર પ્રશાસન દ્વારા તૈયારીઓ હાથ ધરાઇ છે. આ વખતે 11 જુલાઇના રોજ ડાકોરમાં રથયાત્રા નીકળનાર છે. ત્યારે રથયાત્રા માટે તંત્રની મંજૂરી મળે છે કે કેમ તેના પર સૌની નજર રહેલી છે. જિલ્લા વહીવટી તંત્રની નજર કેન્દ્રિત છે. જો અમદાવાદની રથયાત્રાને મંજૂરી મળે તો ડાકોરની રથયાત્રાને પણ મંજૂરી મળવાની શક્યતા છે.

અન્ય સમાચારો પણ છે...