તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સરકારના પરિપત્રની રાહ:ડાકોરમાં જન્માષ્ટમીની તૈયારીઓ સરકારી સૂચનાના અભાવે અટવાઈ

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મંદિરના સેવકો સરકારના પરિપત્રની રાહ જોઈ રહ્યા છે

યાત્રાધામ ડાકોરમાં જન્માષ્ટમીની ઉજવણીને લઇ વૈષ્ણવો થનગની રહ્યા છે. જન્માષ્ટમીને આડે હવે 4 દિવસ બાકી છે, ત્યારે ઉજવણીની પરવાનગી ક્યારે સ્પષ્ટ થશે તેની રાહ જોવાઈ રહી છે. રાજ્ય સરકાર દ્વારા 200 લોકોની મર્યાદા સાથે અને કોરોના એસ.ઓ.પીના પાલન સાથે ઉત્સવ ઉજવવાની જાહેરાત કરી છે. પરંતુ જિલ્લા તંત્રને રાજ્ય સરકારનો પરિપત્ર નહીં મળ્યો હોઈ ટેમ્પલ કમિટી તૈયારી ઓ ને લઈ અવઢવમાં છે.

ડાકોર મંદિરમાં આજે સેવકો અને ટેમ્પલ કમિટિની બેઠક મળી હતી. જેમાં બહુમતીથી જન્માષ્ટમી ઉજવવા બાબતે નિર્ણય લેવાયો હતો. જોકે હવે સમગ્ર મદાર જિલ્લા તંત્રની મંજૂરી પર રહેલો છે. સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ ટેમ્પલ કમિટી દ્વારા જિલ્લા તંત્રની સાથે ટેલિફોનિક ચર્ચા કરી છે. પરંતુ હજુ સુધી રાજ્ય સરકારમાંથી કોઇ ચોક્કસ પરિપત્ર નહીં આવ્યો હોવાથી થોભો અને રાહ જુઓની નીતિ અપનાવાઇ છે.

સરકાર રહે તે પ્રમાણે નિર્ણય લેવાશે
કોરોના કાળમાં જેમ સરકાર કહે તે પ્રમાણે અમે એસ.ઓ.પી નું પાલન કર્યું છે. અમે રાહ જોઈ રહ્યા છીએ સરકારની ગાઇડલાઇનની જિલ્લા તંત્ર તરફથી જે પ્રમાણે જાણ થશે તે પ્રમાણે આગળ નિર્ણય લેવાશે.> અરવિંદભાઇ મહેતા, મેનેજર, ડાકોર ટેમ્પલ કમિટિ

અન્ય સમાચારો પણ છે...