વિઘ્નહર્તાની વિદાયની વેળા:ગણેશ વિસર્જનની તૈયારીઓને પ્રશાસને આખરી ઓપ આપ્યો

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
નડિયાદમાં પ્રશાસને ગણપતિ વિસર્જનની તૈયારીને આખરી ઓપ આપ્યો છે. - Divya Bhaskar
નડિયાદમાં પ્રશાસને ગણપતિ વિસર્જનની તૈયારીને આખરી ઓપ આપ્યો છે.
  • ખેડા જિલ્લામાં દુંદાળા દેવની 1200થી વધુ મૂર્તિઓ

ગણપતિના પાવન પર્વને આજે 10 દિવસ પૂર્ણ થતા હોય લોકો શ્રદ્ઘાભેર તેમનું વિસર્જન કરશે. નડિયાદ સહિત ખેડા જિલ્લામાં આજે વિઘ્નહર્તાની વિસર્જનની તૈયારીઓને પ્રશાસને આખરી ઓપ આપી દીધો છે. આજે ભક્તજનો વાજતે-ગાજતે ડી.જે.ના તાલ સાથે શ્રીજીને ‘ગણપતિ બાપ્પા મોરયા, ઉર્જા વર્ષી લવકરીયા’ના ભાવ સાથે વિદાય આપશે. ખેડા જિલ્લામાં 1200થી વધુ ગણેશ મૂર્તિઓને આજે વિવિધ સ્થળે વિસર્જન કરાશે. નડિયાદ શહેરમાં 2 ભાગમાં દુંદાળા દેવની વિદાય આપનું આયોજન કરાયુ છે.

શહેરના પૂર્વમાં કોલેજ રોડ પર આવેલી કેનાલમાં આખા શહેરની 600થી વધુ મૂર્તિઓના વિસર્જન થાય તેવી શક્યતાઓ છે. જેના કારણે અહીં ફાયર વિભાગની મોટી ટીમ હાજર રહેશે. ઉપરાંત આખા રોડ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત રહેશે. બીજીતરફ નડિયાદ પશ્ચિમમાં પીજ રોડ પર આવેલી કેનાલમાં વિસર્જનનું આયોજન હોય ત્યાં પણ પોલીસ અને ફાયર ટીમ હાજર રહેશે.

નડિયાદ પૂર્વ અને પશ્ચિમમાં ફાયર વિભાગની 3 ટીમો ફાળવવામાં આવી
નડિયાદ પૂર્વ અને પશ્ચિમ વિભાગમાં ફાયર વિભાગની 3 ટીમો ફાળવવામાં આવી છે. કોલેજ રોડ પરની કેનાલ પર 2 ટીમો હાજર રહેશે, જ્યારે પીજ રોડ પર 1 ટીમ તૈનાત રહેશે. ફાયરની ટીમમાં 35 ઉપરાંત કર્મચારીઓનો સમાવેશ થાય છે. તેમાં 12-14 તરવૈયા તરાયા સાથે હાજર રહેશે. રેસ્ક્યુસ માટે સિનિયર કર્મચારીઓની ફાળવણી કરાઈ છે. ફાયર સુપ્રિટેન્ડેન્ટ દિક્ષિતભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાકેશભાઈ શર્માની આગેવાનીમાં વિસર્જનમાં કર્મચારીઓ ફરજ અદા કરશે.

જિલ્લામાં 3 Dysp, 12 PI, 35 PSI ખડે પગે, 1000 ઉપરાંત હોમગાર્ડ તૈનાત રહેશે
​​​​​​​ખેડા જિલ્લામાં ગણેશ વિસર્જનના પગલે મોટો પોલીસ ફોર્સ તૈનાત રહેશે. 3 Dysp, 12 PI, 35 PSI અને 1000 ઉપરાંત હોમગાર્ડ અને પોલીસ જવાનો તૈનાત રહેશે. નડિયાદની વાત કરીએ તો નડિયાદ શહેરી વિસ્તારમાં 100 ઉપરાંત પોલીસ જવાનો સુરક્ષા-વ્યવસ્થા જાળવવા માટે કોલેજ રોડ પર અને પીજ રોડ પર હાજર રહેશે.

ગ્રામ્ય વિસ્તારોમાં વિઘ્નહર્તાનું નદીઓમાં વિસર્જન
ખેડા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા તળાવો અને આ સિવાય મોટી કેનાલો અને નદીએમાં વિઘ્નહર્તાનું વિસર્જન કરવામાં આવશે. નડિયાદના આસપાસના ગ્રામ્ય વિસ્તારની વાત કરીએ તો ટુંડેલ તરફ આવેલી કેનાલમાં, બિલોદરા નજીક આવેલી નદીમાં ઉપરાંત ફતેપુરા પાસે આવેલી કેનાલમાં પણ વિસર્જન કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...