ધાર્મિક:યાત્રાધામ ડાકોરમાં દિપોત્સવી પર્વની ઉજવણીની તૈયારીઓ પૂર્ણ

નડિયાદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
 • દિવાળીએે શેઠના સ્વરૂપમાં ભગવાને લખેલા ચોપડામાં ભકતો બોણી લખાવશે

દિવાળી પર્વના તહેવારો શરૂ થઈ ગયા છે, જેની સાથે સાથે યાત્રાધામ ડાકોરમાં રાજા રણછોડ ના આશીર્વાદ મેળવવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે. ત્યારે દિવાળીના દિવસથી લાભ પાંચમ સુધીના પાંચ દિવસમાં અંદાજીત 3 લાખથી વધુ દર્શનાર્થીઓ ડાકોરના ઠાકોરના દર્શન કરશે. પાંચ દિવસ દરમિયાન ઉજવાતા દીપોત્સવ પર્વ આ વર્ષે પણ પારંપરિક રીતે ઉજવાશે તેમ મંદિર ટ્રસ્ટ ના મેનેજર અરવિંદભાઈ મહેતાએ જણાવ્યું હતું.

યાત્રાધામ ડાકોરમાં દિવાળી અને નવા વર્ષના તહેવારોની પારંપરિક રિવાજો મુજબ ઉજવણી થનાર છે. દિવાળીના દિવસે સાંજે 8 થી 10 વાગ્યા દરમિયાન મંદિરમાં પારંપરિક હાટડી ભરાતી હોય છે. જેમાં ભગવાન શેઠનું સ્વરૂપ ધારણ કરતા હોય છે.

શેઠ સ્વરૂપ ધારણ કરેલ ઠાકોરજીના ચોપડામાં બોણી લખાવી વર્ષની શરૂઆત કરનાર વૈષ્ણવનું સમગ્ર વર્ષ શુભ રહેતું હોવાની દંતકથા છે. શુક્રવારના રોજ બેસતા વર્ષના દિવસે પણ પારંપરિક અન્નકૂટનું આયોજન કરાયું છે. મંદિર પ્રશાસન દ્વારા ઠાકોરજીને ધરાવાતો 3 હજાર કિલો અન્નકૂટ લુંટવા માટે 81 ગામના લોકો આ પ્રથામાં જોડાતા હોય છે. જેઓને મંદિર ટ્રસ્ટ દ્વારા પત્ર લખી આમંત્રિત કરાયા છે.

બેસતા વર્ષે સમયમાં ફેરફાર

 • 6.45 મંગળા આરતી
 • 10 થી 10.15 બાલભોગ, શણગાર ભોગ હોય મંદિર બંધ
 • 10.15 થી 11.15 મંદિર ખુલ્લા
 • 11.15 થી 11.25 ગ્લાબોલાભોગ, દર્શન બંધ
 • 11.25 થી દર્શન ખુલ્લા.. અનુકુળતાએ બંધ થશે
 • ​​​​​4.15 થી દર્શન બંધ
 • ​​​​​​4.30 થી 6 દર્શન ખુલ્લા રહેશે
 • 6 થી 6.30 શયન ભોગ, હોય દર્શન બંધ
 • 6.20 થી શયન સેવા થઈ સખડી ભોગ આવી દર્શન ખુલી 8.30 બાદ અનુકુળતાએ ભગવાન પોઢી જશે.
અન્ય સમાચારો પણ છે...