નવરાત્રી:નડિયાદ સહિત જિલ્લામાં પરંપરાગત શેરી ગરબાની તૈયારી શરૂ

નડિયાદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક

કોરોનાના કારણે નડિયાદમાં શેરી ગરબાનો રંગ ફરી એકવાર જામવાનો છે. ત્યારે પરંપરાગત શેરી ગરબાની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે.

નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં મોટી સંખ્યામાં શેરી ગરબા યોજાનાર છે. સોસાયટીઓ, ફળિયા, ગ્રામ્ય ચોતરા સહિતના સ્થળોએ ગરબા માટે લોકોએ તૈયારી આરંભી છે. ચાલુ વર્ષે રાજ્ય સરકારે કોરોનાના કારણે કોમર્શિયલ ગરબા બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. જેથી ફરી એકવાર શેરી ગરબા આકર્ષણ જમાવશે જેની તૈયારી શરૂ થઈ ગઈ છે. 400 વ્યક્તિની મર્યાદિત સંખ્યા વચ્ચે આયોજકો કટીબદ્ઘ બન્યા છે. ગયા વર્ષે કોરોનાના કારણે ગરબા બંધ રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...