તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહિલા અત્યાચાર:કઠલાલના ખોખરવાડામાં ગર્ભવતી મહિલા પર પતિએ ત્રાસ વર્તાવ્યો, પ્લાસ્ટિક પાઈપથી ફટકારી

નડિયાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે મહિલાની ફરિયાદના આધારે શારીરિક માનસિક ત્રાસની ફરિયાદ નોંધી

ખેડા જિલ્લામાં મહિલાઓ પર અત્યાચારના બનાવો વધી રહ્યાં છે. કઠલાલના ખોખરવાડામાં ગર્ભવતી મહિલા પર તેના પતિએ જ ત્રાસ ગુજારી પરિણીતાને પ્લાસ્ટિકની પાઈપથી ફટકારી છે. આ અંગે મહિલાએ કઠલાલ પોલીસ મથકે પોતાના પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

કરીમઅહેમદ અને તબસ્સુમ વચ્ચે અવારનવાર ઝઘડાઓ થતાં

કઠલાલ તાલુકાના ખોખરવાડા ગામે મસ્જિદ પાછળ રહેતા કરીમઅહેમદ ગુલામનબી ખોખરના લગ્ન અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં રહેતી તબસ્સુમ સાથે થયા હતા. લગ્ન જીવન દરમિયાન તબસ્સુમે એક દિકરીને જન્મ આપ્યો હતો. જે બાદ તબસ્સુમ પોતાના સાસરે ખોખરવાડા મુકામે રહેતી હતી. થોડા સમય બાદ કરીમઅહેમદ અને તબસ્સુમ વચ્ચે અવારનવાર ઝઘડાઓ થતાં હતા. તેમજ પરીણિતાના સાસુ સસરા ઘરના કામકાજ બાબતે તેની સાથે બોલાચાલી કરતાં હતા.

પરિણિતા ફરીથી ગર્ભવતી બની

તેથી ગત વર્ષે જ પરિણિતાએ પોતાના પતિ સહિત સાસુ સસરા સામે શારીરિક માનસિક ત્રાસની ફરિયાદ નોંધાવી હતી. જે બાદ સમાજના લોકોએ સમજાવટ કરી સમાધાન કરતાં પરીણિતા ફરીથી પોતાના સાસરે રહેવા ગઈ હતી. દરમિયાન પરિણિતા ફરીથી ગર્ભવતી બની હતી. તેમજ તબસ્સુમ હાલ પાંચ મહિનાનો ગર્ભ ધરાવે છે.

કરીમઅહેમદે પત્નીને પ્લાસ્ટિકની પાઈપ ફટકારી

ગતરોજ નજીવી બાબતે તબસ્સુમ અને તેના પતિ કરીમઅહેમદ વચ્ચે ઝઘડો થતાં આક્રોશમાં આવેલા કરીમઅહેમદે પત્નીને પ્લાસ્ટિકની પાઈપ ફટકારી હતી. આથી તબસ્સુમને શરીરે ઈજાઓ થતાં આ મામલો ફરીથી પોલીસ સ્ટેશને પહોંચ્યો છે. કઠલાલ પોલીસે તબસ્સુમની ફરિયાદના આધારે તેના પતિ વિરુદ્ધ શારીરિક અને માનસિક ત્રાસ તથા મારામારીનો ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી દીધી છે.

અન્ય સમાચારો પણ છે...