તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રી ક્રિસમસ સેલિબ્રેશન:અમેરિકાના આર્ટેસિયા સિટી કાઉન્સિલના કોમ્યુનિટી હોલમાં પ્રી ક્રિસમસ પાર્ટીનું આયોજન, ભારતીયો દ્વારા ગિફ્ટ વિતરણ કરાયું

આર્ટેસિયા4 મહિનો પહેલા
 • કૉપી લિંક
આર્ટેસિયા સીટી કાઉન્સિલ હોલમાં પ્રી ક્રિસમસ ફેસ્ટિવલ ની ઉજવણી કરવામાં આવી - Divya Bhaskar
આર્ટેસિયા સીટી કાઉન્સિલ હોલમાં પ્રી ક્રિસમસ ફેસ્ટિવલ ની ઉજવણી કરવામાં આવી
 • 11000 ડોલર ઉપરાંતના રમકડાં અને અન્ય ગિફ્ટનું વિતરણ કરાયું
 • લેબોન હોસ્પિટલીટી ગૃપના યોગી પટેલ તેમજ ઇન્ડો અમેરિકન કલચરલ સોસાયટીના પ્રમુખ પરિમલ શાહે બાળકોને ગિફ્ટ આપી

અમેરિકાના આર્ટેસિયા સીટી કાઉન્સિલ હોલમાં પ્રી ક્રિસમસ ફેસ્ટિવલ ની ઉજવણી કરવામાં આવી. અહીં નબળા અને મધ્યમવર્ગ પરિવારના બાળકોને રમકડાં અને અન્ય ગિફ્ટનું વિતરણ કરવામાં આવ્યું હતું. મોટા પ્રમાણમાં બાળકો પરિવાર સાથે પહોંચ્યા હતા. ખાસ કરીને સ્થાનિક અમેરિકન અને મેક્સિકન પ્રજા આ કાર્યક્રમને માણવા પહોંચ્યા હતા. મહત્વનું છે કે હાલ અમેરિકાના કેલિફોર્નિયામાં ત્રણ સપ્તાહના લોકડાઉનની ગણતરીઓ મંડાઈ રહી છે ત્યારે આર્ટએસિયા સીટી કાઉન્સિલ અને લેબોન હોસ્પિટલીટી ગ્રુપ તેમજ ઈન્ડો અમેરિકન કલચરલ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ પ્રી ક્રિસમસ ફેસ્ટિવલ કાર્યક્રમમાં બાળકોએ ખૂબ મોજ કરી અને મનગમતી ગિફ્ટ મળ્યાનો આનંદ વ્યક્ત કર્યો હતો. સમગ્ર કાર્યક્રમ દરમ્યાન કોવિડ નિયમોનું પાલન કરાયું હતું.

મોટા પ્રમાણમાં બાળકો પરિવાર સાથે પહોંચ્યા હતા
મોટા પ્રમાણમાં બાળકો પરિવાર સાથે પહોંચ્યા હતા

પ્રી ક્રિસમસ ફેસ્ટિવલ પાર્ટીની ઉજવણી કરાઈ
કેલિફોર્નિયા અને લોસ એન્જલસમાં લોકડાઉન જાહેર થાય તે પહેલાં જ આર્ટેસિયા સીટી કાઉન્સિલ ,લેબોન હોસ્પિટલીટી ગૃપ અને ઇન્ડો અમેરિકન કલચરલ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે આરસેટિયા સીટી કાઉન્સિલ કોમ્યુનિટી હોલમાં પ્રી ક્રિસમસ ફેસ્ટિવલ પાર્ટીની ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર હોલને વિવિધ સુશોભનો થઈ સુશોભિત કરવામાં આવ્યો હતો. નાતાલનું ઝાડ અને લાલ ટેટાં વાળું એક સદાપર્ણી ઝાડવાંનું રોશની, તોરણો, લીલાં રંગનાં વૃક્ષની સજાવટ પણ આકર્ષક કરવામાં આવી હતી. 11000 ડોલર ઉપરાંતના રમકડાં અને અન્ય ગિફ્ટનું વિતરણ કરાયું હતું. એક વૃધ્ધ વ્યક્તિને સાંતા ક્લોઝ બનાવવામાં આવ્યો હતો.

એક વૃધ્ધ વ્યક્તિને સાંતા ક્લોઝ બનાવવામાં આવ્યો હતો
એક વૃધ્ધ વ્યક્તિને સાંતા ક્લોઝ બનાવવામાં આવ્યો હતો

આર્ટેસિયા સિટી કાઉન્સિલના પૂર્વ મેયર હાજર રહ્યાં
આ કાર્યક્રમમાં આર્ટેસિયા સિટી કાઉન્સિલના પૂર્વ મેયર અલીતાજ હાજર રહ્યા હતા. આ ઉપરાંત કાઉન્સિલમેન ટોની લીંબા અને રેને ટ્રેવીનો પણ હાજર રહ્યા હતા. આ ફેસ્ટિવલ કાર્યક્રમાં ઇન્ડો અમેરિકન સોસાયટી અને લેબોન હોસ્પિટલીટી ગૃપ દ્વારા મોટો આર્થિક સહયોગ કરવામાં આવ્યો હતો. મહત્વનું છે કે પ્રી ક્રિસમસ પાર્ટીમાં આવેલા બાળકોને લેબોન હોસ્પિટલીટી ગૃપના યોગી પટેલ તેમજ ઇન્ડો અમેરિકન કલચરલ સોસાયટીના પ્રમુખ પરિમલ શાહ તેમજ ઉપસ્થિત કાઉન્સિલમેનના હસ્તે ગિફ્ટ વિતરણ કરવામાં આવ્યું હતું.

બાળકોને ગિફ્ટ વિતરણ કરવામાં આવ્યું
બાળકોને ગિફ્ટ વિતરણ કરવામાં આવ્યું
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો