તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સતર્કતા:નડિયાદની શાહી ઈદગાહમાં ઈદના દિવસની નમાઝ પઢવામા નહીં આવે

નડિયાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નડિયાદના શહેરકાઝીએ મુસ્લિમ બિરાદરોને ઘરે રહી નમાઝ અદા કરવા અપીલ કરી

સમગ્ર ખેડા જિલ્લામાં કોરોના સંક્રમણ વચ્ચે એક પછી એક તમામ ધર્મના ધાર્મિક તહેવારો સાદાઈથી ઉજવાયા છે. ત્યારે શુક્રવારે આવતી ઇદુલ ફીત્ર ઈદની નમાઝ નડિયાદની શાહી ઈદગાહમાં અદા કરવામાં આવશે નહીં તેમ શહેરકાઝીએ જણાવ્યું છે. અને ઘરે રહીને આ નમાઝ પઢવા અપીલ કરાઈ છે.

નડિયાદ શહેરના અમદાવાદી દરવાજા બહાર આવેલ શાહી ઈદગાહમાં દર વર્ષે ઈદુલ ફીત્ર ઈદની નિમિત્તે પઢવામાં આવતી નમાઝ આ વખતે નહી યોજાય તેમ નડિયાદ શહેરકાઝી અબ્દુલહૈઈ કાદરીએ જણાવ્યું છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વધુ સંક્રમણનો ફેલાવો ન થાય તે માટે શહેરના સમસ્ત મુસ્લિમ સમાજના શહેરકાઝીએ તમામ મુસ્લિમ બિરાદરોને ઘરે રહીને નમાઝ અદા કરવા અપીલ કરી છે. સાથે સાથે સરકારના નિયમોનું પણ ઉલ્લઘન ન થાય તે માટે આ વખતે ઘરે રહીને જ ઈદની નમાઝ અદા કરવા વિનંતી કરી છે.

મુસ્લિમ બિરાદરોને સૌથી મોટો અને કઠીન તહેવાર રમજાનના રોજા આ દિવસે છૂટે છે. એક માસ સુધી સતત રોજા રાખ્યા બાદ આ દિવસે અલ્લાહની ઈબાદત કરી રોજા છોડે છે. આ માસ દરમિયાન ગુપ્ત દાનનું પણ મહત્ત્વ રહેલું છે. તો ઈદુલ ફીત્રની ઈદની નમાઝ બાદ ઘરે ઘરે ખીર અને સેવોનું શાહી પકવાન બનાવે છે અને એક મેકને ઈદની મુબારકબાદી પાઠવે છે.

રોજા રાખનાર નરસંડાનો 7 વર્ષીય રૂહાન
રોજા રાખનાર નરસંડાનો 7 વર્ષીય રૂહાન

નરસંડાના સાત વર્ષીય બાળકે રોજા રાખ્યા
નડિયાદ તાલુકાના નરસંડામાં કે જી એન સોસાયટીમાં રહેતા એક 7 વર્ષીય રૂહાન અલ્તાફમિયા મલેકે રમજાન મહિનાનો રોજો રાખી આટલી નાની ઉંમરે 14.30 કલાક સુધી પાણી ખોરાક થી દુર રહ્યો હતો.

આ વખતે ઉનાળામાં સમજાના રોજા હોય આ લાંબા 14.30 કલાકના રોજા મોટી ઉંમરના લોકો માટે પણ આકરા બનતા હોય છે. ત્યારે એક નાનકડા સાત વર્ષીય રુહાન અલ્તાફમિયા મલેકે આ રોજો રાખી પોતાની અલ્લાહ તરફથી ઈબાદત ને જાહેર કરી હતી. તેના આ પગલાથી તમામ લોકોએ તેને બિરદાવ્યો હતો અને તેનું સન્માન કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...