હાલાકી:નડિયાદના રામતલાવડીમાં વીજ વાયર તુટતાં નાસભાગ, કલાકો સુધી વીજ પુરવઠો ખોરવાયો

નડિયાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નડિયાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલી રામતલાવડી નજીક સોમવાર સવારે વીજવાયર તુટી પડ્યો હતો. આ જીવતો વીજવાયર નજીકના ઘર પર પડતાં તીખારાં થયાં હતાં. જેને કારણે આસપાસમાં રહેતા પરિવારના જીવ પડીકે બંધાયાં હતાં. આ ઘટનાના પગલે કલાકો સુધી વીજપુરવઠો પણ ખોરવાઇ ગયો હતો. વીજ વિભાગની બે ટીમ દ્વારા કામગીરી હાથ ધરાઈ હતી. નડિયાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં રામતલાવડી નજીક આવેલી અંબિકાનગર સોસાયટીમાં સોમવારની વ્હેલી સવારે વીજવાયર તુટી પડ્યો હતો. આ ઘટનાના પગલે રહિશો ભયભીત બની ગયાં હતાં. આ મામલે વીજ વિભાગનો સંપર્ક કરતાં બે ટીમ રામતલાવડી પહોંચી હતી અને વીજ પુરવઠો રાબેતા મુજબ કરવા કામગીરી હાથ ધરી હતી. બીજી તરફ શહેરના વલ્લભનગર પાસે ઝાડ પડવાથી વીજ થાંભલો જમીનદોસ્ત થઇ જાય છે.

અન્ય સમાચારો પણ છે...